GSTV
Home » News » દેશને બીજા પ્રધાનમંત્રી આપનાર અને કૉંગ્રેસના જૂના ગઢને ભાજપે પોતાનાં ફેવરમાં કરી લીધો

દેશને બીજા પ્રધાનમંત્રી આપનાર અને કૉંગ્રેસના જૂના ગઢને ભાજપે પોતાનાં ફેવરમાં કરી લીધો

CAIT support bjp

ગુજરાતે દેશને બીજા વડાપ્રધાન આપ્યા છે તે સાબરકાંઠાની લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. આ બેઠક શરૂઆતમાં કોંગ્રેસનો ગઢ હતી પરંતુ ધીમે ધીમે કોંગ્રેસની વોટબેન્ક તૂટી જતાં આ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટણી જીતે છે. ભાજપે રામાયણ ફેઇમ લંકેશ અરવિંદ ત્રિવેદીને આ બેઠક પરથી લડાવ્યા હતા પરંતુ તેમણે મતવિસ્તાર સાચવવાની જગ્યાએ મુંબઇમાં રહેવાનું પસંદ કરતાં ભાજપે તેમને ફરી ટિકીટ આપી ન હતી.

1951, 1957 અને 1962 એમ સળંગ ત્રણ ટર્મથી ભારતના પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી જીત્યા હતા એવી સાબરકાંઠા બેઠક પર 1967 અને 1971માં કોંગ્રેસના સીસી દેસાઇ ચૂંટણી લડીને લોકસભામાં ગયા હતા. 1973માં કોંગ્રેસે મણીબેન પટેલને ટિકીટ આપી હતી અને તેઓ સંસદમાં ગયા હતા. મણીબેન પટેલ એ સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી હતા. 1977માં જનતા મોરચા સમયે સાબરકાંઠા બેઠક પરથી એચએમ પટેલ ચૂંટણી જીત્યા હતા પરંતુ 1980માં કોંગ્રેસના શાંતુભાઇ પટેલ લોકસભામાં ગયા હતા. જો કે ફરીથી 1984માં જનતા પાર્ટીના એચએમ પટેલ ચૂંટણી જીત્યા હતા.

Poonam Madam bjp

1989માં જનતા પાર્ટીના મગનભાઇ પટેલ ચૂંટણીમાં વિજેતા થયા હતા. 1991માં હિન્દુત્વના મોજા વખતે ભાજપે ફિલ્મસ્ટાર અને રામાયણ સિરીયલના રાવણ– અરવિંદ ત્રિવેદીને ટિકીટ આપી હતી અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા. 1996, 1998 અને 1999 એમ સળંગ ત્રણ વખત સાબરકાંઠાની ચૂંટણીમાં કોંગ્રેસના નિશા ચૌધરી વિજેતા થયા છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની હતા. આજે આ બન્ને નેતાઓ હયાત નથી. 2001માં યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી આ બેઠક પરથી વિજેતા થયા હતા.

2004ની સામાન્ય ચૂંટણીમાં તેઓ લોકસભામાં ચૂંટાઇને ગયા હતા. 2009માં આ બેઠક પરથી ભાજપના મહેન્દ્રસિંહ ચૌહાણ ચૂંટણી જીત્યા હતા પરંતુ ભાજપે ફરીથી તેમને ટિકીટ આપી ન હતી. 2014માં ભાજપે દિપસિંહ રાઠોડને ટિકીટ આપી હતી અને તેઓ જીત્યા હતા. તેમણે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને હરાવ્યા હતા. હવે 2019માં પણ તેઓ ભાજપના ઉમેદવાર છે.

READ ALSO

Related posts

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!