GSTV

પીએમસી બેંકના ખાતાધારકો ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી બહાર પ્રદર્શન કરવા પહોંચ્યા

Last Updated on December 15, 2019 by

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકના ખાતાધારકોનો વિરોધ પ્રદર્શનો યથાવત છે. પીએમસી બેંકના ખાતાધારકોએ રવિવારે મુંબઈમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં એકઠાં થયેલા પ્રદર્શનકારીઓએ જોરાદર સૂત્રોચ્ચારો કર્યા. માતોશ્રીની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલાં પીએમસી બેંકના કેટલાંખ ખાતા ધારકોની પોલીસે અટકાયત કરી.

દર્શનકારીઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી

પ્રદર્શનકારીઓ માગ કરી રહ્યાં હતા કે બેંકમાં જમા તેમની મહેનતની કમાણી તાત્કાલિક પરત આપવામાં આવે. તો કેટલાંક પ્રદર્શનકારીઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાત સમયે પીએમસી સાથેના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. તેમજ પોતાની ફરિયાદ રજૂ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગ કરી હતી.

કોર્પોરેટ બેંકમાં થયેલા કૌભાંડની વિગત સપ્ટેમ્બરમાં સામે આવી હતી. અત્યાર સુધીમાં પીએમસી બેંકના હાલ તેમજ પૂર્વ અધિકારીઓ, એચડીઆઈએલ ગ્રુપના ઉચ્ચાધિકારીઓ સહિત અડધા ડઝનથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એચડીઆઈએલના સેંકડો ડમી લોનને છુપાવવા માટે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકના વરિષ્ઠ અધિકારીઓએ ખાસ પ્રકારના કોડનો ઉપયોગ કર્યો હતો.

READ ALSO

Related posts

મહામારીમાં ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ધરખમ ફી વધારાની માંગ કરી, 10થી 54 ટકાનો માંગ્યો વધારો! વાલીઓ રહેજો તૈયાર

pratik shah

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!