GSTV
Home » News » ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

ન્યૂયોર્કમાં રહેતા એક બહેરા વ્યક્તિએ વર્ગના ભેદભાવનો આરોપ લગાવતા ત્રણ પોર્ન વેબસાઇટ્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. વ્યક્તિએ તેની અરજીમાં કહ્યું છે કે સબટાઇટલ વિના તે વેબસાઇટ્સ પર ઉપલબ્ધ સામગ્રીનો સંપૂર્ણ આનંદ લઈ શકતો નથી.

ગુરુવારે બ્રુકલિન ફેડરલ કોર્ટમાં કરેલી અરજીમાં, યારોસ્લાવ સુરીઝે પોર્નહબ, રેડટ્યુબ અને યૂપોર્ન અને તેની કેનેડિયન પેરન્ટ કંપની માઇન્ડગિક સામે દાવો કર્યો હતો કે, તેઓ ‘ અમેરિકન્સ વિથ ડિસેબિલિટી એક્ટ’ (વિકલાંગ અમેરિકન કાયદા)નોભંગ કરી રહ્યા છે.

આ પહેલા પણ સુરિઝે આ માટે ફોક્સ ન્યૂઝ પર દાવો કર્યો છે. તેણે કહ્યું હતું કે તે ઓક્ટોબર અને આ મહિનામાં કેટલાક વીડિયો જોવા માંગતો હતો, પરંતુ તે જોઇ શક્યો નહીં.

સુરીઝે તેની 23-પાનાની અરજીમાં લખ્યું છે કે, “સબટાઇટલ વિના, જે લોકો બહેરા અને એવા લોકો જે લોકો ઓછું સાંભળી શકે છે, તેઓ વિડિયોનો આનંદ જ માણી શકતા નથી, જ્યારે સામાન્ય લોકો આમ કરવામાં સક્ષમ છે.”

પોર્નહબના વાઇસ પ્રેસિડેન્ટ કોરી પ્રાઇસે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહ્યું છે કે વેબસાઇટ પર સબટાઇટલવાળો એક સેક્શન પણ છે અને તેઓએ તેની એક લિંક પણ આપી છે.

READ ALSO

Related posts

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!