GSTV
Home » News » CAAના વિરોધ વચ્ચે આજે ભાજપની ‘ધન્યવાદ રેલી’ : દિલ્હી વિધાનસભા ચૂંટણીનું ફૂંકશે બ્યૂંગલ

CAAના વિરોધ વચ્ચે આજે ભાજપની ‘ધન્યવાદ રેલી’ : દિલ્હી વિધાનસભા ચૂંટણીનું ફૂંકશે બ્યૂંગલ

CAA પર દેશભરમાં ભારે વિરોધનો સામનો કરી રહેલ ભારતીય જનતા પાર્ટી આજે દિલ્હીમાં ધન્યવાદ રેલીનું આયોજન કરી રહી છે. ભાજપે રાષ્ટ્રીય રાજધાનીની 1734 ગેરકાયદે કોલોનીઓનો નિયમિત કરવા પર પીએમ મોદીને ધન્યવાદ આપવા માટે રામલીલા મેદાનમાં સવારે વિશાળ રેલીનું આયોજન કર્યું છે.

રામલીલા મેદાનમાં આયોજિત થનાર આ રેલીમાં 2 લાખ લોકો પહોંચે તેવી સંભાવના છે. પીએમ મોદીએ દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાની ગિફ્ટ આપી છે. આ ફેસલાના 40 લાખ લોકોને માલિકાના હક મળ્યો છે. આ ફેસલા બાદ દિલ્હી ભાજપે ધન્યવાદ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં ભારે ભીડ એકઠી થવાની સંભાવના છે. જ્યારે આ વિશાલ રેલીની સાથે ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બિગુલ ફૂંકશે.

આ રેલીને લઈ ગુપ્તચર વિભાગે અલર્ટ જાહેર કર્યું છે. અલર્ટ મુજબ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ રામલીલા મેદાનમાં થનાર આ વિશાળ રેલી દરમિયાન પીએમ મોદીને ટાર્ગેટ બનાવી શકે છે. ગુપ્તચર વિભાગે વિશેષ સુરક્ષા સમૂહ અને દિલ્હી પોલીસને અલર્ટ જાહેર કરી દીધું છે. ગુપ્તચર જાણકારી મુજબ આ રેલીમાં પીએમ મોદીને ટાર્ગેટ બનાવવા માટે દિલ્હીમાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ ષડયંત્ર રચ્યું છે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે નીતિન પટેલે નવી યોજનાની કરી જાહેરાત, 3500 કરોડનું આયોજન પણ આપ્યા 500 કરોડ

Mayur

સાવરકરને સન્માન આપવામાં ભાજપ-શિવસેના બાખડી, વિધાનસભામાં પ્રસ્તાવ રદ

Pravin Makwana

દિલ્હીમાં જોરદાર હિંસા બાદ પ્રથમવાર તોડ્યું મોદીએ મૌન, સોનિયાએ મોદી સરકારને ઠેરવી છે સીધી જવાબદાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!