GSTV

કોર્ટની અંદર પણ એક કોર્ટ બનાવવામાં આવે છે, જેમાં આ લોકો ભાગીદાર બને છે

Last Updated on January 19, 2019 by

અમદાવાદમાં યોજાયેલી મૂટ કોર્ટમાં ખ્યાતનામ વકીલ ઉજ્જવલ નિકમ તેમજ સુપ્રીમ કોર્ટના જજ એમ.આર. શાહ ઉપસ્થિત રહ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વકીલાતના અભ્યાસક્રમમાં ફેરફાર કરીને મૂટ કોર્ટને વિષય તરીકે દાખલ કરવામાં આવ્યો છે. મૂટ કોર્ટની તાલીમથી કાયદાના સ્નાતકો ભાવિ એડવોકેટ તરીકે તૈયાર થાય છે. ત્યારે આ વખતે જીએલએસ લો કોલેજ દ્વારા આયોજીત રાષ્ટ્રીય કક્ષાની મૂટ કોર્ટમાં 15 રાજ્યોની 32 ટીમોએ ભાગ લીધો હતો. મૂટ કોર્ટમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ વચ્ચે પીઆઇએલ પર ધારદાર દલીલો રજૂ કરાઇ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. ઉજ્જવલ નિકમે કહ્યું કે 26-11ના મુંબઇ હુમલાના કાવતરાખોરો સામે આજે પણ કાર્યવાહી કરાઇ નથી. જો કે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પાકિસ્તાનને એક દિવસ બધા જ આતંકીઓને સજા કરવાની ફરજ પડશે. નિકમે કસાબનો દાખલો આવી કહ્યું કે આપણા દેશમાં આરોપીઓને બચવા માટે એક તક આપવામાં આવે છે. બીજી તરફ પાકિસ્તાન કુલભુષણ જાદવ પર દમન ગુજારે છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહે જણાવ્યું હતું કે લીગલ પ્રેફેશન એક નોબલ પ્રોફેશન છે. તેની ઘટી ગયેલી ગરિમા પુનઃસ્થાપિત થાય તે માટે મૂટ કોર્ટ જેવી સ્પર્ધા થવી જોઇએ.

Related posts

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta

રાજસ્થાન સ્કુલ બાદ હવે હોસ્પિટલના નામને લઈને પણ શરૂ થયો વિવાદ, એકતા-સંસ્કાર પેનલ આમને સામને

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!