GSTV

10 દિવસ અગાઉ ગળેફાંસો ખાધેલી હાલતમાં દંપતીના મૃતદેહ મળ્યા, જાણો ઘટના

Last Updated on October 7, 2018 by

દાંતાના તોરણીયા ગામે 25 ઓગસ્ટના રોજ દંપતીની ગળે ફાંસો ખાંધેલી હાલતમાં મળેલી લાશોને લઇ તેમનાં વાલી વારસોએ હત્યાનાં આક્ષેપ કર્યા છે. મૃતકના વાલી વારસોએ હડાદ માર્ગ પર રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસો કર્યો. જો કે પોલીસે આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધા હતા. તો લાશ મળ્યાના આટલા દિવસો વિત્યા છતા હજુ સુધી મૃતકના અંતિમ સંસ્કાર કરાયા નથી. લાશને સાચવીને રખાઇ છે.

તો આ મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે મહામુસિબતે પરિસ્થિતીને થાળે પાડીને આ મામલે બેઠક કરવા સમજાવટ કરી છે. જ્યારે ગામમાં પરિસ્થિતી વધુ તંગ ન બને તે માટે પોલીસે તોરણીયા ગામે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે. મૃતકના પરિજનોએ આ સમગ્ર મામલે એક જ માંગ કરી છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓનો રોષ યથાવત રહેશે.

Related posts

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari

PM મોદીનો આજનો કાર્યક્રમ/ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ, CM સાવંત પણ રહેશે હાજર

Pravin Makwana

હવે બસ કરો સરકાર/ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો, ગુજરાતમાં સૌથી વધું આ જિલ્લાના લોકોને આપવા પડશે વધારે રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!