GSTV
ટોપ સ્ટોરી

અમિત શાહનો દબદબો : ગાંધીનગરમાં દિલ્હીથી આવેલા મહામંત્રી બની ગયા મોટા ભા, નીતિન પટેલ સૌથી મોટો ઝટકો

અમિત

નવા પ્રધાનમંડળની રચનાને લઇને રાજકીય અટકળોએ જોર પકડ્યું છે ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓની બેઠકનો ધમધમાટ જામ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે એનેક્ષી ખાતે બંધ બારણે બેઠક યોજાઇ હતી જેમાં નવા મંત્રીમંડળને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

ભૂપેન્દ્ર યાદવને નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી સોંપવામાં આવી

સૂત્રોના મતે, નવા મંત્રીમંડળમાં 20થી વધુ મંત્રીઓ શપથ લઇ શકે છે. ગુજરાતના રાજકારણનો અનુભવ ધરાવતા ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક સહિતના અન્ય રાજ્યોમાં ભાજપ હાઇ કમાન્ડે મંત્રી મંડળમાં ફેરફાર કર્યા છે જેમાં રાષ્ટ્રીય મહામંત્રી બી.સંતોષની મહત્વની કામગીરી રહી હતી. હવે ગુજરાતમાં પણ નવા પ્રધાનમંડળની રચના થઇ રહી છે ત્યારે બી.સંતોષની અહમ ભૂમિકા હશે તેવુ માનવામાં આવી રહ્યું છે.

અમિત

પ્રદેશ પ્રભારી કેન્દ્રીય મોવડી મંડળના સતત સંપર્કમાં

બી. સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય મોવડી મંડળના સતત સંપર્કમાં છે. મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો તે અંગે ચર્ચા વિચારણા શરૂ થઇ છે. મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. કેન્દ્રીય મોવડી મંડળની લીલીઝંડી મળ્યા બાદ મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

જો નીતિન પટેલને કેબિનેટ મંત્રી બનાવાય તો જુનિયર CMના હાથ નીચે કામ કરવા મજબૂર

નીતિન પટેલ ફરી એક વાર ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાની તક ચૂક્યા છે. ભાજપ હાઈ કમાન્ડે એક પાટીદાર ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવી વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ ખેલ્યો છે પણ બીજી તરફ એક વગદાર પાટીદાર નેતાનો ભોગ લેવાની પણ તૈયારી કરી છે. નવા પ્રધાનમંડળની રચના નીતિન પટેલની રાજકીય કારકીર્દી નક્કી કરશે.

રાજકીય પંડિતોનું અનુમાન, ભુપેન્દ્ર પટેલની ટીમમાં નીતિન પટેલનું આગમન શક્ય નથી

રાજકીય પંડિતોનું અનુમાન છે કે, ભુપેન્દ્ર પટેલની ટીમમાં નીતિન પટેલનું આગમન શક્ય નથી. આમ છતાં જો નીતિન પટેલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે તો તેમણે જુનિયર કહી શકાય તેવાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથ નીચે કામ કરવું પડશે.

અને આ પરિસ્થિતિ નીતિન પટેલનો રાજકીય ગ્રાફ નીચે ઊતર્યો છે તે સાબિત કરશે. આ કારણોસર નીતિન પટેલ કેબિનેટ મંત્રીપદનો સ્વીકાર કરે તેવી શક્યતા ઘણી ઓછી છે. આ તરફ એવી પણ શક્યતા પ્રવર્તી રહ્યું છે કે નીતિન પટેલને ઉત્તરાખંડ સહિત અન્ય કોઈ રાજ્યમાં રાજ્યપાલ બનાવાય તેવી શક્યતા છે.

કર્ણાટકના રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરી વજુભાઈ વાળા ગુજરાત પરત ફર્યા

કર્ણાટકના રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરી વજુભાઈ વાળા ગુજરાત પરત ફર્યા છે ત્યારે હવે તેમના સ્થાને નીતિન પટેલ માટે રાજ્યપાલની જગ્યા ઉભી થઈ છે. એક વગદાર પાટીદાર નેતા નારાજ થઈ ભવિષ્યમાં ભાજપને નડે તે રણનીતિ આધારે નીતિન પટેલને રાજ્યપાલ બનાવાય તેવી શક્યતા છે પણ જો રાજ્યપાલ બનાવવામાં આવે તો ગુજરાતના રાજકારણમાંથી નીતિન પટેલ આઉટ થઈ શકે છે. ટૂંકમાં ભાજપ એક કાંકરે બે પક્ષી મારવા ઇચ્છુક છે.

ભાજપ નીતિન પટેલને કેબિનેટ મંત્રી તરીકે ઓફર કરી હાથ ઉપર રાખશે. જોકે રાજકીય પંડિતોનું માનવું છે કે, વિપક્ષના રાજકીય ઘા ઝીલવા નીતિન પટેલ જેટલો સક્ષમ નેતા ભાજપમાં કોઈ નથી. આ કારણોસર આ વખતે મળનારા વિધાનસભા સત્રમાં ભાજપના બોલકા નેતા તરીકે નીતિન પટેલની કમી વર્તાશે. ખુદ નીતિન પટેલ પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત આ વાત જાહેર મંચ પરથી બોલ્યા હતા કે હું સરકારની ઢાલ બની રહ્યો છું અને મેં સરકાર સામેના રાજકીય ઘા ઝીલ્યા છે.

  • પ્રદેશ પ્રભારી કેન્દ્રીય મોવડી મંડળના સતત સંપર્કમાં
  • અમિત  શાહ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બંધબારણે બેઠક થઈ
  • નવા મંત્રીમંડળની રચનામાં રાષ્ટ્રીય મહામંત્રી બી. સંતોષ મહત્ત્વની ભૂમિકા નિભાવશે

નવા પ્રધાનમંડળની રચનાને લઈને રાજકીય અટકળો જોર પકડયું છે ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓની બેઠકનો ધમધમાટ જામ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે એનેક્ષી ખાતે બંધબારણે બેઠક યોજાઇ હતી જેમાં નવા મંત્રીમંડળને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

નવા મંત્રીમંડળમાં 20થી વધુ મંત્રીઓ શપથ લઇ શકે છે

સૂત્રોના મતે, નવા મંત્રીમંડળમાં 20થી વધુ મંત્રીઓ શપથ લઇ શકે છે. ગુજરાતના રાજકારણનો અનુભવ ધરાવતા ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક સહિતના અન્ય રાજ્યોમાં ભાજપ હાઈ કમાન્ડે મંત્રી મંડળમાં ફેરફાર કર્યા છે જેમાં રાષ્ટ્રીય મહામંત્રી બી. સંતોષની મહત્વની કામગીરી રહી હતી.

હવે ગુજરાતમાં પણ નવા પ્રધાનમંડળની રચના થઈ રહી છે ત્યારે બી.સંતોષ અહમ ભૂમિકા હશે તેવું માનવામાં આવી રહ્યું છે. વી સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય મોવડી મંડળના સતત સંપર્કમાં છે મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો તે અંગે ચર્ચા વિચારણા શરૂ થઈ છે. મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કેન્દ્રીય મોવડી મંડળની લીલીઝંડી મળ્યા બાદ મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

READ ALSO :

Related posts

અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું

pratikshah

BIG NEWS: ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમને મળી સફળતા! દેહવિક્રયમાં ધકેલાઈ રહેલી ત્રણ બાળાઓને બચાવી, એક નરાધમને પણ દબોચ્યો

pratikshah

બિહારમાં બબાલને ડામવા અમિતશાહ ફૂલ એક્શન મોડમાં, બિહારમાં પેરામિલિટ્રી ફોર્સની વધુ 10 કંપનીઓ થશે તૈનાત

pratikshah
GSTV