GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે ગૃહ મંત્રાલયમાં રજૂ થયો રિપોર્ટ, કરવામાં આવ્યો આ દાવો

ગૃહ મંત્રાલય

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે રાજ્યના વહીવટી તંત્રએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખીણમાં શાંતિનો માહોલ છે. અને બકરી ઇદ  પર ૩૦૦થી વધારે ટેલિફોન બૂથ પર કોલ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

ઇદની ઉજવણી અંગે રિપોર્ટમાં જણાવવામાં  આવ્યુ કે, બાંદીપોરામાં ૭ હજાર, બારામુલામાં ૧૦ હજાર, કુપવાડામાં ૩ હજાર ૫૦૦, કુલગામમાં ૧૧ હજાર ૫૦૦ અને  શોપિયામાં ૩ હજાર લોકોએ ઈદની નમાઝ અદા કરી હતી.  જ્યારે જમ્મુના પાંચ જિલ્લામાં તમામ પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યા છે.

ઇદના દિવસે ૫ હજાર કોલ કરવાની સુવિધા જમ્મુ કાશ્મીરના વહીવટી તંત્રએ આપી હતી.  રિપોર્ટ મુજબ ૫૦ ટકા દુકાન ખુલી હતી. જે દરમ્યાન અઢી લાખ બકરીની ખરીદી પણ કરવામાં આવી હતી.  આ ઉપરાંત શ્રીનગરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોવાનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે આપ્યું મહત્વનું નિવેદન

સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં સેના હમેશા એલર્ટ રહે છે. સેના દુશ્મન દેશને કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા તૈયાર છે.

જનરલ બિપિન રાવતે આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે પાકિસ્તાને ભારતને યુદ્ધની ધમકી આપી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, કાશ્મીર ખીણમાં શાંતિનો માહોલ છે.

સેના હમેસા જમ્મુ કાશ્મીની જનતા સાથે  છે. પહેલા પણ સેના જમ્મુ કાશ્મીરના નાગરિક સાથે હતી. આજે પણ સેના જમ્મુ કાશ્મીરની જનતાની મદદ કરી રહી છે.

Read Also

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!