GSTV
Home » News » કોઈ શહેર નાં કરી શકે એવું કામ સાહસ અમદાવાદે કરી બતાવ્યું, વર્લ્ડ બેંકને લેવી પડી નોંધ

કોઈ શહેર નાં કરી શકે એવું કામ સાહસ અમદાવાદે કરી બતાવ્યું, વર્લ્ડ બેંકને લેવી પડી નોંધ

અમદાવાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં 200 કારોડના બોન્ડ બહાર પાડ્યા હતા. જેના કારણે કોર્પોરેશનની શાખમાં વધુ વધારો થયો છે. વર્લ્ડ બેંકે તેની નોંધ લીધી છે. 29 જાન્યુઆરીએ અમદાવાદ કોર્પોરેશન વર્લ્ડ બેંક સાથે એમઓયુ કરશે. સામાન્ય રીતે વર્લ્ડ બેન્ક દેશ કે રાજ્ય સાથે એમઓયુ કરે છે. પરંતુ ભાગ્યે જ કોઈ શહેર સાથે એમઓયુ કરે છે. જેમાં અમદાવાદનું નામ હશે.

મહાનગરપાલિકાની માસિક સાધારણ સભામાં કમિશનર વિજય નહેરાએ આ માહિતી આપી હતી કે વર્લ્ડ બેંકના પ્રતિનિધિ કોર્પોરેશન આવશે અને એમઓયુ કરીને સસ્તા વ્યાજ દરે ધિરાણ મેળવામાં આવશે. એમઓયૂમાં ધિરાણ ઉપરાંત અન્ય કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવશે. જે અંગેની જાહેરાત આગામી દિવસમાં કરવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદ કોર્પોરેશનને નાણાંકીય સધ્ધરતા દર્શાવતો ડબલ-એ પ્લસનો ગ્રેડ આપવામાં આવ્યો છે. જેનો ફાયદો બોન્ડમાં મળ્યો અને બોન્ડનો ફાયદો વર્લ્ડ બેંકથી થશે.

READ ALSO

Related posts

ઋદ્ધિમાન સાહાની વિકેટ કીપિંગથી ખુશ થયો ઉમેશ યાદવ, કહ્યું – હું આપીશ પાર્ટી

NIsha Patel

PMC બેંક કૌભાંડ: HDILનાં ચેરમેન રાકેશ વાધવાન સહિત 3ને પોલીસ કસ્ટડીમાં મોકલાયા

Mansi Patel

ગુજરાત યુનિ.એ આ 10થી વધુ કોર્સના નિયમોમાં કર્યા છે ફેરફાર, જલદીથી કરી લેજો ચેક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!