GSTV

યુવાનો આ બિઝનેસ કરી મેળવો રોજગારની નવી તક, સરકાર નજીવા દરે આપી રહી છે ટ્રેનિંગ

કેન્દ્ર સરકારે દેશમાં રોજગારી ઉત્પન્ન કરવા માટે અને ઈલેક્ટ્રીક સાધનો માટે ચાર્જિંગ સ્ટેશન ખેલવાની નવી યોજના બનાવી છે. આ યોજના હેઠળ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગને મંત્રાલય (MSME) આગળ વધારવા માંગે છે. જેથી યુવાઓને આ ઉદ્યોગ માટે એક ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં ટ્રેનિંગ દરમિયાન તમને ચાર્જિંગ સ્ટેશન વિશે પૂર્ણ માહિતી આપવાની સાથે કામ કરવાની નવી ટેકનિક પણ શીખવવામાં આવશે. આ 2 દિવસનો ટ્રેનિંગ કોર્સ રાજધાની દિલ્હીમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ આયોજીત કરવામાં આવશે. આ ટ્રેનિંગમાં તમને આ બિઝનેસ વિશે પૂર્ણ જાણકારી આપવામાં આવશે.

આ પ્રકારની આપવામાં આવશે ટ્રેનિંગ

ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ઈન્ફાસ્ટ્રક્ચર એન્ડ ટેકનોલોજી હેઠળ આ પ્રોગ્રામ નવી દિલ્હીના પૂર્વ કૈલાશના શૂહલ કોન્ટિનેન્ટમાં આયોજીત કરવામાં આવશે. જેમાં ટ્રેનિંગનો સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે. જેમાં તમને મેકેનિજ્મ, સોલર પાવર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ટેકનોલોજી, ઈન્ફાસ્ટ્રક્ચર, બિઝનેસ, સોલાર પીવી ચાર્જિંગ કનેક્ટિવિટી લોડ્સ, ઈલેક્ટ્રિસિટી ટૈરિફ વિશે માહિતી આપવામાં આવશે.

ટ્રેનિંગમાં આપવામાં આવશે સર્ટિફિકેટ

આ ટ્રેનિંગમાં જતા પહેલા તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન માટે તમારે 100 રૂપીયાન ખર્ચ કરવો પડશે. સાથે જ આ ટ્રેનિંગ માટે તમારે 6500 રૂપીયાનો ખર્ચ કરવો પડશે. આ ટ્રેનિંગને પૂર્ણ કર્યા બાદ તમને સરકાર તરફથી એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જેની મદદથી તમે સરળતાથી ચાર્જિંગ સ્ટેશન ખોલી શકો છો. આ ટ્રેનિંગમાં જવા માટે તમારે આધાર કાર્ડની એક ફોટોકોપી, એજ્યુકેશન ક્વોલિફિકેશનના ડોક્યુમેન્ટ અને 2 પાસપોર્ટ સાઈઝના ફોટો લઈને જવું પડશે.

READ ALSO

Related posts

પાટણમાં મળી આવ્યા અલભ્ય ધાતુના સિક્કા, ભાષાના જાણકાર વ્યક્તિ પાસે ભાષાંતર કરવા કલેક્ટરે આપ્યા આદેશ

Nilesh Jethva

રાજ્યમાં પોલીસ જ દારૂ વેચાણનું કામ કરે છે, કોણે જુગાર ચલાવવો, કોણે દારૂનો અડ્ડો ચલાવવો કે કોણે વરલી-મટકા ચલાવવા તે નક્કી કરે…

Nilesh Jethva

Google Pay જાહેર કરી ઓનલાઈન પેમેન્ટની સુરક્ષિત રીત, આ બેન્કના ગ્રાહકોને મળશે ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!