GSTV
Home » News » રાજીવ કુમાર પર ચીટ ફંડનો સકંજો, પહેલા ઘરે પછી તેમની ઓફીસ પર સીબીઆઇનાં દરોડા

રાજીવ કુમાર પર ચીટ ફંડનો સકંજો, પહેલા ઘરે પછી તેમની ઓફીસ પર સીબીઆઇનાં દરોડા

કેન્દ્રિય તપાસ એજન્સી એટલે કે CBIની એક ટીમ પૂર્વ કોલકાતા કમીશ્નર રાજીવ કુમારનાં ઘરે પહોંચી છે. આ પહેલા સીબીઆઇએ મુખ્યમંત્રી મમતા બેનરજીનાં નજીકનાં સહયોગી અને આઇપીએસ અધિકારી રાજીવ કુમાર વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરી હતી. રાજીવ કુમાર પર આરોપ છે કે તેમણે ચીટફંડ કૌભાંડની તપાસ દરમિયાન પુરાવા સાથે ચેડા કર્યા હતાં.

લુકઆઉટ નોટીસ જારી કર્યા પછી હવે રાજીવ કુમાર દેશ છોડીને નહિં જઇ શકે.રાજીવ કુમારને ધરપકડમાંથી મળેલી મુક્તિ સમયમર્યાદા પુરી થઇ ગઇ છે. તેમણે ધરપકડથી બચવા માટે સુપ્રિમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યા હતાં. જો કે તેમને રાહન નહોતી મળી. હવે જો રાજીવ કુમાર વિદેશ જવાનો પ્રયત્ન કરે તો તેમની મુસાફરી પહેલા જ સીબીઆઇ દેશની તમામ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરશે. ગત 23મેનાં રોજ નોટીસ જાહેર કરવામાં આવી હતી.જે એક વર્ષ સુધી અમલી રહેશે. સીબીઆઇએ સુપ્રિમ કોર્ટને જાણ કરી છે કે, રાજીવ કુમારે કૌભાંડથી સંબંધિત પુરાવા જે સીડીઆર સ્વરૂપે હતાં. તેની સાથે છેડછાડ કર્યો છે. તેમજ તેનો નાશ કર્યો છે.

24 મે સુધી ધરપકડ પર રોક હતી

આ મામલે પુછપરછ કરવા માટે સીબાઆઇ રાજીવ કુમારની ધરપકડ કરવા માગે છે.24 મે સુધી તેમની ધરપકડ પર રોક લાગી હતી. જેનાથી બચવા માટે તેઓ સુપ્રિમ કોર્ટ ગયા હતાં પરંતુ તેમને રાહત ન મળી. કોર્ટે તેમને કોલકાતા હાઇકોર્ટ જવાનું કહ્યું હતું. ધરપકડ પર લાગેલી રોક હટાવ્યા પછી હવે ગમે ત્યારે સીબીઆઇ તેમની ધરપકડ કરી શકશે.

ઉત્તર પ્રદેશમાં આવેલા રાજીવ કુમારનાં પૈતૃક ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.સુરક્ષા એજન્સીઓ તેમની તપાસ કરી રહિ છે.પશ્ચિમ બંગાળમાં વકીલોની હડતાળને પગલે રાજીવ કુમારે હાઇકોર્ટ જઇ શકે તેમ નથી.

મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં સુપ્રિમ કોર્ટે રાજીવ કુમારને ધરપકડમાંથી મુક્તિ આપવા માટે અંતરિમ રાહત પ્રદાન કર્યુ હતું. જો કે ગત 17-મેનાં રોજ ફેબ્રુઆરીમાં આપેલા પોતાનાં આદેશ પરત ખેંચ્યો હતો.

READ ALSO

Related posts

બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સે બંગલા સાહિબ પહોંચીને કર્યા દર્શન, બે દિવસીય ભારતનાં પ્રવાસે

pratik shah

મહારાષ્ટ્રના રાજકારણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રથમવાર તોડ્યું મૌન, બધી જ પાર્ટીઓને ઝાટકી દીધી

pratik shah

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!