GSTV

“સુરત લડશે વોર- ડેન્ગ્યુને કહેશે નો મોર” ના સૂત્ર સાથે લોકજાગૃતિ અભિયાન શરૂ

રાજ્યના મહાનગરોમાં રોગચાળાએ ભરડો લીધો છે. ત્યારે સુરતમાં ડેન્ગ્યુના કેસ વધતા જતા કેસને લઈને સુરત મહાનગર પાલિકા દ્વારા “સુરત લડશે વોર- ડેન્ગ્યુને કહેશે નો મોર” સૂત્ર હેઠળ લોકજાગૃતિ અંગેનું અભિયાન શરૂ કર્યુ છે. સુરત બાદ વડોદરામાં પણ ત્રણ મહીનામાં પાંચ લોકોના પાણી જન્ય રોગચાળાથી મૃત્યુ થયુ છે. ત્યારે તંત્ર પણ રોગચાળાને ડામવામાં નિષ્ફળ ગયુ છે. તો આ તરફ જામનગરમા પણ ડેન્ગ્યુનો કેર જોવા મળ્યો છે.

કુલ 13 લોકોના મોત થયા

ચાલુ વર્ષે ડેન્ગ્યુના 3 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા. જેમાં કુલ 13 લોકોના મોત થયા હતા. જ્યારે ત્રણ હજાર પચાસ લોકોને સારવાર કરીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જામનગર બાદ બનાસકાંઠામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કારણે લોકોની મુશ્કેલી વધી છે. રોગચાળાના કારણે અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. રોગચાળાના કારણે આરોગ્ય વિભાગની બેદરકારી પણ સામે આવી છે.

READ ALSO

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!