GSTV
Ajab Gajab Trending

એર ઇન્ડિયાના બિઝનેસ ક્લાસમાં પાલતુ કૂતરા માટે બુક કરવામાં આવ્યું આખું કેબીન, એક ટિકિટની કિંમત 18થી 20 હજાર

દુનિયાભરમાં કેટલાક વિચિત્ર લોકો છે જે કંઈપણ કરે છે. આજકાલ લોકોને કૂતરા પાળવાનો ખૂબ જ શોખ હોય છે. એટલું જ નહિ તે પોતાના પાલતુ કૂતરાને દરેક સુવિધા આપતા જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં આપણે સાંભળ્યું છે કે જરૂર પાડવા પર પાલતુ કૂતરા પોતાના માલિક માટે જીવ પણ આપતા હોય છે. માણસ પણ માટે તેઓ કંઈપણ કરવા તૈયાર હોય છે. અત્યારે જે મામલો સામે આવ્યો છે તે કંઈક એવો જ છે. એક માલિકે પોતાના પાલતુ કૂતરા સાથે મુસાફરી કરવા માટે એર ઇન્ડિયાની એક ફલાઇટમાં બિઝનેસ ક્લાસની બધી જ સીટ બુક કરી દીધી હતી.

કૂતરા

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વાત જાણીને તમને નવાઈ જરૂર લાગી હશે પરંતુ સમગ્ર કિસ્સો જાણીને તમે ખુશ થઇ જશો. મુંબઇથી ચેન્નઇની બે કલાકની ફલાઇટમાં બિઝનેસ ક્લાસની ટિકિટની કિંમત લગભગ 18000થી 20000ની વચ્ચે હોય છે. હવે તમે અંદાજ લગાવી શકો કે 12 સીટ માટે માલિકે કેટલી કિંમત ચૂકવવી પડી હશે.

જો કે અત્યાર સુધી કેટલાય કુતરા એર ઇન્ડિયાના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી ચુક્યા છે. પરંતુ આ પહેલીવાર બન્યું છે કે જયારે કોઇ પાલતુ પ્રાણી માટે આખી બિઝનેસ કેબીન બુક કરાવવામાં આવી છે. એર ઇન્ડિયા એકમાત્ર ભારતીય વાહક છે જે પાલતુ પ્રાણીઓને યાત્રી કેબિનમાં પ્રવેશ કરવાની મંજૂરી આપે છે.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV