GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો પ્રત્યે કેટલા બેદરકાર છે તેનું ફરી એક વખત ઉદાહરણ જોવા મળ્યું. અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બોર્ડ બેઠક યોજાઇ. પરંતુ આ બેઠકમાં અનેક કોર્પોરેટરો નિંદર માણતા નજરે પડ્યા. બજેટ પરની ચર્ચા સાંભળવાને બદલે આ કોર્પોરેટરોએ ઉંઘ કરી આરામ ફરમાવવાનું વાજબી માન્યું. બજેટ બોર્ડ બેઠકમાં પ્રથમ દિવસે એએમટીએસ, વીએસ, સ્કૂલ બોર્ડ તેમજ એમ જે પુસ્તકાલયના બજેટ પર ચર્ચા કરવામાં આવી.

ચર્ચા બજેટની અને લોકોને લગતા પ્રશ્નોની હતી. પરંતુ અનેક કોર્પોરેટરો આરામ ફરમાવવા આવ્યા હોય તેવું લાગ્યું. નવરંગપુરાના કોર્પોરેટર વંદના શાહ, શાહપુરના કોર્પોરેટર ફાલ્ગુની શાહ અને જલ્પા પંડ્યા ચર્ચા દરમ્યાન ઉંઘતા ઝડપાઇ ગયા.

આ પ્રથમ વખત નથી કે કોર્પોરેટરો બજેટ બેઠકમાં આરામ કરતા હોય.અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચુકી છે. બે વર્ષ પહેલા તો આ મુદો છેક હાઇકમાન્ડ સુધી પહોચ્યો હતો. કોર્પોરેટર જાગતા રહે તે માટે પીપરમીંટ પણ આપવામા આવી હતી. તેમ છતાં કોર્પોરેટરોના વ્યવહારમાં કોઇ ફરક નથી પડ્યો.

READ ALSO

Related posts

ગુજરાતમાં દરરોજ નોંધાય છે એટલા કેસ છતાં આ રાજ્યમાં 30મી જૂન સુધી લંબાવાયું લોકડાઉન

Ankita Trada

અસારવામાં કોરોના પોઝિટીવ આવેલા મામલતદારના ઈન્ચાર્જમાં આવેલા મહિલા પણ આવી ગયા ઝપટમાં

Nilesh Jethva

જાપાનમાં 6 શહેરોમાંથી ‘ઇમર્જન્સી’ હટી, ગુજરાતના જેટલા નોંધાયા કેસ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!