GSTV

રિટેલ વેપારીઓ ચીની વસ્તુઓના બહિષ્કારના સમર્થનમાં, ચીનને 17 અબજ ડોલરનું નુકશાન

Last Updated on June 20, 2020 by Bansari

ચીનની વસ્તુઓના બહિષ્કારની વધી રહેલી માગને કારણે ૧૭ અબજ ડોલરની ચીનની નિકાસને અસર થવાની શક્યતા છે. લદ્દાખમાં ચીનના સૈનિકોની નાપાક હરકતોને પગલે સમગ્ર દેશના લોકો ચીનની વસ્તુઓના બહિષ્કારની માગ કરી રહ્યાં છે.

ભારત દર વર્ષે ચીનમાંથી ૭૪ અબજ ડોલરની વસ્તુઓ કરે છે. તે પૈકી ૧૭ અબજ ડોલરની વસ્તુઓ રીટેલ વેપારીઓ વેચે છે. જેમાં મોટે ભાગે રમકડા, ઘરની વસ્તુઓ, મોબાઇલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક ગિડ્સ અને કોસ્મેટિક વસ્તુઓનો સમાવેશ થાય છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વેપાર મંડળ પણ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાના પક્ષમાં છે.

જો કે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જણાવ્યું છે કે કોરોના લોકડાઉનને હળવું બનાવવામાં આવતા અર્થતંત્ર ધીમે ધીમે પાટા પર ચડી રહ્યું છે. આ દરમિયાન એસબીઆઇના મુખ્ય આર્થિક સલાહકાર સૌૈમ્યા કાંતિ ઘોષે જણાવ્યું હતું કે એક કવાર્ટરના જીડીપીમાં ૪૦ થી ૫૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

Related posts

દિવાળી આવતા જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાના પોલીસ કર્મીઓને અપાયા મોટા ટાર્ગેટ

Dhruv Brahmbhatt

સાચવજો/ તહેવારની સીઝનમાં ક્યાંક ફરી ના થઇ જાય કોરોનાની એન્ટ્રી, સરકારે જાહેર કરી આ નવી ગાઇડલાઇન

Bansari

ચેતવણી / AMC અને GPCBને હાઇકોર્ટની ફિટકાર, 200 કરોડ ખર્ચ કર્યા છતાં કેમ સાબરમતીની આવી હાલત!

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!