GSTV
Home » News » ભારત માટે અમેરિકાથી અાવ્યા મોટા રાહતના સમાચાર, લેવાયો મોટો નિર્ણય

ભારત માટે અમેરિકાથી અાવ્યા મોટા રાહતના સમાચાર, લેવાયો મોટો નિર્ણય

ભારત માટે મોટી રાહત આપનારા અહેવાલ છે. બુધવારે અમેરિકાની સેનેટમાં સંરક્ષણ ખર્ચ સાથે જોડાયેલા એક બિલને મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે જ પ્રતિબંધિત દેશો સાથે વ્યાપાર કરનારા દેશો પર પ્રતિબંધોનો ખતરો બનનારા કાયદામાં પણ સંશોધન કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે ભારત રશિયા સાથે મોટા પ્રમાણમાં સંરક્ષણ ક્ષેત્ર સહીતના સેક્ટરોમાં વ્યાપાર કરે છે. અમેરિકાની સંસદે રાષ્ટ્રીય સંરક્ષણ વિધેયક-2019ને મંજૂરી કરીને સીએએટીએસ કાયદા હેઠળ ભારત વિરુદ્દ પ્રતિબંધ લગાવવાની આશંકાને સમાપ્ત કરવાનો માર્ગ મોકળો કર્યો છે.

  • ભારત રશિયા પાસેથી શસ્ત્ર ખરીદી બનશે સરળ
  • રશિયન શસ્ત્રોની ખીદી પર પ્રતિબંધની મુક્તિ
  • અમેરિકાની સેનેટમાં મહત્વનો ખરડો થયો પારિત
  • સીઅેઅેટીઅેસઅેની જોગવાઈમાં સંશોધનને મંજૂરી

પ્રતિબંધો દ્વારા અમેરિકાના વિરોધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જોગવાઈવાળા કાયદા સીએએટીએસએ હેઠળ રશિયા પાસેથી સૈન્ય ઉપકરણો ખરીદનારા દેશો વિરુદ્ધ પ્રતિબંધ લગાવી શકાય છે. અમેરિકાની કોંગ્રેસની સેનેટે 2019ના નાણાંકીય વર્ષ માટે જોન એસ. મેક્કેને નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ સંરક્ષણ બિલને 10 વિરુદ્ધ 87 મતોથી મંજૂર કર્યું છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ બિલ ગત સપ્તાહે જ પારીત થઈ ચુક્યું છે. હવે આ બિલને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે વ્હાઈટ હાઉસમાં મોકલવામાં આવશે. ટ્રમ્પના હસ્તાક્ષર બાદ આ ખરડો કાયદો બનશે.

આ ખરડામાં સીએએટીએસએની કલમ-231ને સમાપ્ત કરવાની વાત કહેવામાં આવી છે. વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સદસ્ય રહેલા જોસુઆ વ્હાઈટે કહ્યુ છે કે સીએએટીએસએની નવી સંશોધિત જોગવાઈઓને કાયદાકીય સ્વરૂપ મળ્યા બાદ ભારત માટે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સુરક્ષા પ્રણાલીની ખરીદી આસાન થશે. જો કે તેમણે કહ્યુ છે કે કાયદાની ભાષા બેહદ કઠોર લાગી રહી છે. પરંતુ રશિયા પાસેથી સંરક્ષણ ખરીદી કરનારા દેશો વિરુદ્ધ પ્રતિબંધો લગાવનારી જોગવાઈઓને બેહદ નરમ બનાવી દેવામાં આવી છે. સંરક્ષણ વિધેયકમાં એક જોગવાઈ એવી કરવામાં આવે છે કે તેના પ્રમાણે અમેરિકા અને અમેરિકાના સંરક્ષણ સંબંધો માટે મહત્વપૂર્ણ ભાગીદારને રાષ્ટ્રપ્રમુખ એક પ્રમાણપત્ર જાહેર કરીને સીએએટીએસએ હેઠળ પ્રતિબંધોમાંથી મુક્તિ આપી શકે છે.

Related posts

કોના બાપની દિવાળી : રૂપાણીએ કહ્યું 700 કરોડના બદલે ભલે 5,000 કરોડ ખર્ચાય !

Kaushik Bavishi

હરીશ સાલ્વેની એક દિવસની ફી છે લાખો રૂપિયા, માત્ર એક રૂપિયામાં કુલભૂષણનો કેસ લડ્યો

Riyaz Parmar

કુલ ભૂષણ જાધવ પર ICJનો મહત્વનો ચૂકાદો, પાકિસ્તાનને એક-બે નહી પરંતુ મળ્યા ત્રણ મોટા ઝટકા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!