GSTV

અમેરિકામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પે આ આદેશ ઉપર કરી સહી

કોરોનાના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ઉપર ગંભીર જોખમ ઉભું થયું છે. ત્યારે હવે અમેરિકાએ ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મોટો ઝાટકો આપતો નિર્ણય લીધો છે અને એચ-વન બી વીઝા ધારકોને નોકરી ઉપર નહીં રાખવાના આદેશ ઉપર સહી કરી છે.

23 જુને ટ્રમ્પ સરકારે કરી હતી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પે અમેરિકામાં નોકરીની ચાહત રાખનારા ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટો ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક આદેશ પર સહી કર્યા છે. જે અંતર્ગત હવે અમેરિકાની ફેડરલ એજન્સીઓ એચ-વન બી વિઝા ધારકોને નોકરી પર રાખી શકશે નહીં. ટ્રમ્પ સરકારે આ નિર્ણય અંગે 23 જૂને એલાન કર્યુ હતું કે ચાલુ વર્ષના અંત સુધીમાં એચ-વન-બી વિઝા અને અન્ય વર્ક વિઝા હેઠળ કોઇ પણ વિદેશીને અમેરિકામાં નોકરી નહીં આપવામાં આવે. અમેરિકામાં ચાલુ વર્ષે ચૂંટણી થવાની છે અને ટ્રમ્પ સરકારે આ નિર્ણય અમેરિકન વર્કસના હિતોને સાચવવા માટે લીધો હતો. નવા પ્રતિબંધ 24 જૂનથી લાગુ ગણાશે.

અમેરિકામાં અનેક પ્રકારની ચર્ચાએ પકડ્યું જોર

અમેરિકામાં ટિકટોકને કારણે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હોવાની ચર્ચા જોર પકડી રહી છે. ટિકટોક ટીનેજર્સમાં અત્યંત લોકપ્રિય છે અને ટીનેજર્સના સ્માર્ટફોનમાંથી તે જબરજસ્ત પ્રમાણમાં ડેટા મેળવી, જે તે ટીનેજરના અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ પેરેન્ટ્સ સુધી ચાઇનીઝ હેકર્સ પહોંચી શકે છે એવું પણ બહાર આવી રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એવી શક્યતા છે કે અમેરિકન પ્રમુખ બાઇટડાન્સ કંપનીને યુએસમાં ટિકટોકની માલિકી બીજી કોઈ કંપનીને વેચી દેવાનો આદેશ કરશે.

ટિકટોક ટીનેજર્સમાં અત્યંત લોકપ્રિય

ઉલ્લેખનીય છે કે આ અહેવાલ વાંચી રહ્યા હો ત્યારે આવો આદેશ જારી થઈ ગયો હોય એવી પણ શક્યતા છે. અત્યારે ટિકટોકની વેલ્યૂ ૨૦ થી ૪૦ અબજ યુએસ ડોલરની ગણાય છે એટલે તે માઇક્રોસોફ્ટ જેવી મોટા ગજાની કંપનીને જ ખરીદવી પોસાય તેમ છે. ભારતમાં પ્રતિબંધિત થઈ ચુકેલી ચીનની ટિકટોક એપ્લીકેશનને લઈને અમેરિકી રાષ્ટ્રપ્રમુખે મહત્વની વાત કહી છે..તેઓએ કહ્યુ કે ટીકટોક જો અમેરિકામાં 15 સપ્ટેમ્બર સુધી પોતાનો બિઝનેસ નહી વેચે તો તેને બંધ કરી દેવાશે.

અમેરિકામાં 15 સપ્ટેમ્બર સુધી પોતાનો બિઝનેસ નહી વેચે તો તેને બંધ કરી દેવાશે

માઈક્રોસોફ્ટ તેને ખરીદે અમેરિકામાં ટીકટોક પર પ્રતિબંધ ન લાગે તેવી સંભાવના

અગાઉ પણ ટ્રમ્પ અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મુકવાની વાત કહી ચુક્યા છે..જે બાદ શુક્રવારે અહેવાલ આવ્યા કે દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાં એક એવી માઈક્રોસોફ્ટે ટિકટોકને ખરીદવાન વિચાર કર્યો છે. ટિકટોક પર સતત ચીન સરકારને યુઝર્સનાં ડેટા શેર કરવાનો આરોપ લાગ્યો છે. તેવામાં જો માઈક્રોસોફ્ટ તેને ખરીદે અમેરિકામાં ટીકટોક પર પ્રતિબંધ ન લાગે તેવી સંભાવના છે.અને હવે ટ્રમ્પે કહ્યુ છે કે, ટિકટોક જો અમેરિકામાં 15 સપ્ટેમ્બર સુધી પોતાનો બિઝનેસ નહી વેચેતો  તેને યુએસમાં પણ બંધ કરી દેવાશે.

Related posts

જામનગર : લાખોના ખર્ચે બનાવેલ કોઝવે ઉદ્દઘાટન પહેલા જ તૂટી ગયો, 56 લાખ પાણીમાં

Nilesh Jethva

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દિશા સાલિયાન અંગે હતી, લખી હતી આ વાત

Ankita Trada

મોટા સમાચાર/ કેન્દ્રીય અર્ધસૈનિક દળના ઓફિસરો નહીં બની શકે IPS, સિવિલ સેવા પરીક્ષામાં વધારી પદની સંખ્યાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!