GSTV
Home » News » બીજા તબક્કાનાં મતદાન પહેલા કોંગ્રેસને મોટો ફટકો, સિનીયર પ્રવક્તાએ કહ્યું…

બીજા તબક્કાનાં મતદાન પહેલા કોંગ્રેસને મોટો ફટકો, સિનીયર પ્રવક્તાએ કહ્યું…

બિહારમાં કોંગ્રેસ-આરજેડી-હમ તેમજ અન્ય પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની વહેંચણી કરવામાં આવી છે. તાજેતરમાં જ બિહારનાં મહાગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે બિહારમાં કોંગ્રેસ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસની યુપીએ સરકારમાં ગૃહરાજ્ય પ્રધાન રહેલા અને કોંગ્રેસનાં સિનીયર પ્રવક્તા શકિલ અહેમદે કોંગ્રેસ માથી રાજીનામું આપ્યું છે. બિહારની મધુબની લોકસભા બેઠક પરથી શકિલ અહેમદને ટીકિટ ન આપતા તેમણે નારાજ થઇને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.

બિહારની મધુબની લોકસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ ન મળતાં નારાજ થયેલા પાર્ટીના નેતા શકીલ અહેમદે પાર્ટીના પ્રવક્તા પદેથી રાજીનામુ આપી દીધુ છે. શકિલ અહેમદ ટ્વિટ કરીને કહ્યું કે તેમણે મંગળવારે મધુબની બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે. હું કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા પદેથી રાજીનામુ આપી રહ્યો છું, અને આ રાજીનામું રાહુલ ગાંધીને મોકલી રહ્યો છું.  મધુબની બેઠક મહાગઠબંધનની ફોર્મુલા અંતર્ગત વિકાસશીલ ઇન્સાન પાર્ટીને મળી છે.

આ પહેલા આરજેડીને ટિકિટ નહીં મળવાથી નારાજ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મોહમ્મદ અલી અશરફ ફાતમી મધુબની લોકસભા બેઠક પરથી મહાગઠબંધન ઉમેદવારની વિરૂદ્ધ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું એલાન કરી શકે છે. જો કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ  શકીલ અહેમદના રાજીનામાની જાણકારી અંગે ઇન્કાર કર્યો છે.

READ ALSO

Related posts

‘અમારા પાંચ વર્ષના કામ કોંગ્રેસના 55 વર્ષના કામ ઉપર ભારે, NDAને મળશે 400 સીટ’

Alpesh karena

ભાજપે આ લોકસભામાં કેમ ન કરી ગુજરાત મોડેલની ચર્ચા, આ છે ખરું કારણ

Alpesh karena

કોંગ્રેસ પ્રમુખના આવા નિવેદનથી સર્જાયુ રહસ્ય, પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અંગે કહ્યું કે…

Arohi