GSTV
News Trending World

રશિયા પર પ્રતિબંધોનો વરસાદ : 640 બિલિયન ડોલરનું સોનું જપ્ત અને 300 બિલિયન ડોલરનો વ્યવહાર ઠપ, હવે આ દેશ પર છે મદાર

યુક્રેનના આક્રમણને કારણે અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધોનો વરસાદ કર્યો છે. તેના કારણે રશિયાનું લગભગ અડધું સોનું અને વિદેશી મુદ્રા ભંડાર જપ્ત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, પ્રતિબંધોને કારણે લગભગ પડી ભાંગી ગયેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે રશિયા હવે ચીન તરફ જોઈ રહ્યું છે.

રશિયાને આશા છે કે ચીન તેને પશ્ચિમી પ્રતિબંધોને દૂર કરવામાં મદદ કરશે. અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયને ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરે તો આગામી દિવસોમાં પ્રતિબંધો વધારશે.

રશિયાના નાણાપ્રધાન એન્ટોન સિલુઆનોવે કહ્યું કે અમારી પાસે સોનું અને ચીની ચલણ યુઆનમાં વિદેશી મુદ્રા ભંડારનો એક ભાગ છે. અમે જોઈશું કે ચીન સાથેના પરસ્પર વેપારને મર્યાદિત કરવા માટે પશ્ચિમી દેશો બેઇજિંગ પર શું દબાણ લાવે છે. તેમાં કોઈ શંકા નથી કે તે અનામતો સુધી અમારી પહોંચને મર્યાદિત કરવાનું દબાણ છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, મને લાગે છે કે ચીન સાથેની અમારી ભાગીદારીને કારણે અમે હજી પણ જે સહયોગ હાંસલ કર્યો છે તે જાળવી શકીશું.

એક ટીવી ઇન્ટરવ્યુમાં, સિલુઆનોવે રવિવારે કહ્યું હતું કે ( gfx scroll) પ્રતિબંધોથી રશિયાના 640 બિલિયન ડોલરની કિંમતનું સોનું અને વિદેશી વિનિમય ભંડારમાં લગભગ 300 બિલિયન ડોલર રોકી દીધા છે. તેમના નિવેદનોને અત્યાર સુધીનો સૌથી સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે કે મોસ્કો પ્રતિબંધોની અસર ઘટાડવા માટે બેઇજિંગની મદદ લેશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેબ્રુઆરીમાં તેમની બેઇજિંગની મુલાકાત દરમિયાન તેલ અને ગેસ પર ચીન સાથે મોટા સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આ અંતર્ગત ચીન રશિયા પાસેથી વધુ ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદશે. આનાથી રશિયા પર યુરોપિયન દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે છે.

પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર થયેલા આક્રમણ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક કડક પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોને કારણે રશિયાની કોર્પોરેટ અને નાણાકીય વ્યવસ્થા લગભગ પડી ભાંગી છે. યુએસ અને યુરોપિયન દેશોએ રશિયન બેંકોને SWIFT પેમેન્ટ સિસ્ટમથી અલગ કરી દીધી છે.

આ કારણે રશિયા આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અમેરિકાએ રશિયાના બેંકિંગ, ઉડ્ડયન, અવકાશ, સંરક્ષણ, વેપાર સહિત દરેક ક્ષેત્ર પર પ્રતિબંધો લગાવ્યા છે. પુતિનના ઘણા ટોચના અધિકારીઓ અને તેમના પરિવારોને પણ પ્રતિબંધોમાં સામેલ કરવામાં આવ્યા છે.

MUST READ:

Related posts

શાહરૂખ ખાનને રાહત : વર્ષ 2017 વડોદરા નાસભાગ કેસમાં સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટનો ચૂકાદાને યથાવત રાખ્યો

Hemal Vegda

5 રાશિઓના લોકો માટે ખૂબ જ લકી છે નવરાત્રિ, કુંભ સહિત આ રાશિના જાતકોનું નસીબ ચમકી જશે

HARSHAD PATEL

રાજસ્થાનમાં પણ કોંગ્રેસ માટે પંજાબ જેવી સ્થિતિનું નિર્માણ થવાનો ખતરો

Hemal Vegda
GSTV