GSTV

જાણવાજેવું / એવું તો શું છે આ પાણીમાં! 750 મિલીની એક બોટલ પડે છે લાખો રૂપિયામાં

Last Updated on October 13, 2021 by Zainul Ansari

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, વિશ્વની ઊંચામાં ઊંચી બ્રાન્ડની શેમ્પેઇન અથવા તો બિયરની કિંમત લાખો અને કરોડોમાં હોય છે પરંતુ, જો તમને કોઈ કહે કે, પાણીની બોટલ માટે લાખો રૂપિયા ચૂકવવા પડશે તો? થોડીવાર માટે તમે વિચારમાં જરૂર પડી જશો કે, પાણીની બોટલમા એવું તો વિશેષ હોય કે, લોકો તેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે? તમને વિશ્વાસ તો નહિ આવે પરંતુ, આજે અમે તમને એક એવી પાણીની બોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને વહેંચીને તમે મેગાસિટીમા એક સારો એવો 2 બીએચકે ફ્લેટ ખરીદી શકો છો.

750 મિલી પાણીનો છે 45 લાખ રૂપિયા ભાવ :

વિશ્વમા સૌથી મોંઘા ભાવે પાણી વહેંચતી કંપનીનું નામ છે Acqua di Cristallo Tributo a Modigliani. આ કંપનીની પાણીની એક બોટલ માટે તમારે 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આટલા રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ તમને પૂરું 1 લિટર પાણી પણ મળતું નથી. એક વેબસાઈટ પરથી મળતી માહિતી મુજબ આ પાણીની બોટલની ડોલરમાં કિંમત 60 હજાર ડોલર છે. આ પાણી એકદમ પ્રાકૃતિક છે. આ પાણી ફ્રણસ અને ફીજીના એક પ્રાકૃતિક ઝરણાનું છે.

આ કારણોસર મોંઘુ છે આ પાણી :

પાણીની આ બોટલનું મૂલ્ય લાખોમા હોવા પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર છે. આમાંનું એક કારણ એ છે કે, આ પાણીની બોટલ 24 કેરેટ સોનાથી મઢેલી છે. આ પાણીની બોટલને પ્રખ્યાત ડિઝાઈનર Fernando Altamirano દ્વારા ડિઝાઇન કરવામા આવી છે. આ સિવાય વિશ્વની સૌથી મોંઘી બોટલ કોન્યાક ડુડોગન હેરિટેજ હેનરી IV પણ તેમણે જ ડિઝાઇન કરી હતી. બોટલ સિવાય આ બોટલમાં ભરવામાં આવેલા પાણીનો સ્વાદ પણ એકદમ અલગ છે. આ પાણીનું સેવન તમને સામાન્ય પાણી કરતા વધુ ઉર્જા પુરી પાડશે.

Read Also

Related posts

પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, બદલી નાંખે છે કિસ્મત

Bansari

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!