GSTV

અદભુત નકશીકામ અને સુંદર ઝરુખા વાળો મહેલ ઇતિહાસ બની ગયો, 300 વર્ષ જૂનો હતો દરબારગઢ

જેતપુર શહેરના ઉજડપ્પા વિસ્તારમાં આવેલો રાજવી ચાંપરાજવાળાનો પોણા ત્રણસો વર્ષ જૂનો દરબારગઢ ધરાશાયી થયો છે….ત્યારે કોની બેદરકારીથી અદભુત નકશીકામ અને સુંદર ઝરુખા વાળો મહેલ ઇતિહાસ બની ગયો…આવો જાણીએ અમારા ખાસ અહેવાલમાં..

ઐતિહાસિક દરબાર ગઢ

  • પાંણા ત્રણસો વર્ષ જૂનો દરબાર ગઢ ધરાશાયી
  • Gયા કારણોસર દરબાર ગઢ થયો ધરાશાયી?
  • કોની બેજવાબદારીથી દરબાર ગઢનો થયો અંત?
  • કેમ ના સાચવી શGયાં ઐતિહાસિક વારસાને?
  • ઐતિહાસિક વારસાને સાચવવામાં કેમ ઉણું ઉતર્યું તંત્ર?

જેતપુરના રાજવી ચાંપરાજવાળા જશુવાળાએ શહેરના ઉજડપ્પા વિસ્તારમાં ૨૭૭ વર્ષ પૂર્વે લગભગ બે થી ત્રણ હજાર વારમાં ભવ્ય દરબાર ગઢનું નિર્માણ કર્યું હતું. પોણા ત્રણ સદી પૂર્વેના આ ગઢની બે વર્ષ પૂર્વે GSTVમાં ગઢ જર્જરીત હાલતમાં અંગેનો અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. તેમ છતાં ગઢના વર્તમાન માલિક કે પુરાતન વિભાગે કોઈએ કંઈ જ ધ્યાન ન આપતા આ ઐતિહાસિક મહેલ ગત મોડી રાતે એકાએક ધરાશાયી થઈ ગયો. જો કે સદનસીબે મોડી રાતે લોકોની ચહલપહલ ન હોવાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી.

ઐતિહાસિક દરબાર ગઢના ધરાશાયી થવાથી ગઢનો તમામ કાટમાળ ત્યાં ચાલવાના રસ્તા પર પડતા આખો રસ્તો બંધ થઈ ગયો છે. તેમજ ગઢની સામે આવેલા ત્રણ મકાનોના દરવાજાઓ પણ કાટમાળમાં દટાઈ ગયા છે. ઉપરાંત ગણેશ ભગવાન તેમજ સાંઈ બાબાના મંદિરો પણ કાટમાળ હેઠળ દબાઈ ગયા છે. સાથે જ પીજીવીસીએલના ૧૧ કેવી જેવા હાઈ વોલ્ટેજના વીજ વાયરો પણ તૂટી ગયા છે. તેમજ ગઢમાં રહેતા સાત પરિવાર બેઘર બન્યા છે.

ઐતિહાસિક દરબાર ગઢ કોની બેજવાબદારીથી ઇતિહાસ બની ગયો તે અંગે પૂછવામાં આવતા ગઢના માલીક તેમજ નગરપાલીકાના અધિકારી એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. પરંતુ પોણા ત્રણ સદી જુના આ ગઢમાં સૂર્ય, વેલ, ટોડલા, ઝરૂખા અને અદભુત નકશીકામની કોતરણી હવે ઇતિહાસ બની ગઈ.

READ ALSO

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!