સુરતઃ 28 વર્ષની ડોક્ટરનો આપઘાત, સ્યૂસાઇડ નોટમાં સાસરીયાનો કર્યો ઉલ્લેખ

સુરતના અડાજણ વિસ્તારમાં મહિલા તબીબે આપઘાત કરતા ચકચાર મચી છે. 28 વર્ષની પરણિતા ડૉક્ટરે ઘરની અંદર જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિણીત મહિલા તબીબને સંતાન ન થતા હોવાથી સાસરીયાઓ માનસિક ત્રાસ આપતા હોવાનો તેણે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસને મળેલી સુસાઈડ નોટમાં આક્ષેપ કરાયો છે કે સંતાન ન થતું હોવાથી સાસરિયા છૂટાછેડા માટે દબાણ કરી ત્રાસ આપતા હતા જેનાથી કંટાળી તબીબે જીવન ટૂંકાવ્યું. વર્ષ 2013માં તેના લગ્ન થયા હતા. આપઘાતની જાણ થતા અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સુસાઈડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter