GSTV

25 વર્ષની યુવતિના સ્તનનો વિકાસ અટકી ગયો, યોનિમાં ખંજવાળ આવવાના આ હોઈ શકે છે કારણો

હું 25 વર્ષની અપરણિત યુવતિ છું. મારું શરીર તંદુરસ્ત છે. હું જ્યારે 11 વર્ષની હતી ત્યારે મારા સ્તનનો થોડો વિકાસ થયો હતો. તે પછી હજુ સુધી સ્તનનો વિકાસ થયો નથી. મારા સ્તન અન્ય છોકરીઓની સરખામણીએ ન કહેવા બરાબર છે. સ્તનમાં કોઈ જાતનો ઊભાર આવ્યો નથી. સ્તનનો ઊભાર આવે એ માટે કોઈ ઉપાય ખરો? શું મારા લગ્ન ન થવા માટે મારા સ્તન પણ કારણ બની શકે ? કોઈ કસરત કે પછી કોઈ માલિશ કરવા માટેનું એવું તેલ છે જેનાથી મારા સ્તન વિકસે અને સુડોળ બને. ઘણી વખત નિપલમાં દુખાવો પણ થાય છે. આ ઉપરાંત યોનિમાં પણ માસિક દરમિયાન ખંજવાળ જેવું રહે છે. મને યોગ્ય ઉપચાર બતાવવા વિનંતી.

સ્તન વિકાસ માટેની કોઈ દવા કારગત નિવડશે નહીં

જવાબઃ સ્તનના અવિકસિત રહેવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. તમારો વજન કે તમારું શરીર અવિકસિત હોય તો પણ એવું બની શકે છે. તમે તમારું વજન જણાવ્યું નથી. ઓછા વજન ધરાવતી યુવતિઓમાં સ્તનનો વિકાસ ઓછો અને ઉભાર ઓછો જોવા મળતો હોય છે. સ્તનના વિકાસ માટે કોઈ દવા કારગત નિવડશે નહીં. કોઈ ખાનગી જગ્યાઓએ જઈને સ્તન માલિશ માટે કોઈ તેલની ઝંઝટમાં પડતા નહીં. એ બધી છેતરામણી વસ્તુ છે. કોઈ દવાઓ કારગત થઈ જ નથી. તમને જો શરમ જેવું લાગતું હોય તો આજકાલ બજારમાં પેડેડ બ્રા મળે છે. તે પહેરી શકો છો. આ સિવાય ઘણાં પૈસે ટકે સુખી લોકો બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો પ્રયોગ પણ કરે છે. પરંતુ તેની સલાહ નથી.

માસિક દરમિયાન સેનેટરી પેડ્સના ઉપયોગમાં પણ ધ્યાન રાખવું

બીજું કે તમને યોનિમાં ખંજવાળ આવવાની સમસ્યા છે, તમે અપરણિત છો એટલે તમારું યોનિપટલ અખંડ હોય ઈન્ફેક્શન થવાની સમસ્યા ઓછી છે. ઘણી વખત માસિક દરમિયાન યોનિની આસપાસના ભાગમાં ભીનાશ રહેવાને કારણે ફંગસ જેવું થઈ શકે છે. માસિક દરમિયાન પેડ પહેર્યા પછી બંને બાજુના ભાગે ટેલકમ પાઉડર છંટકાવથી આ જગ્યા કોરી રાખો. તમારે ગરમ પાણી, સાબુ કે ડેટોલનો ઉપયોગ બંધ કરવો જોઈએ. માસિક દરમિયાન સેનેટરી પેડ્સના ઉપયોગમાં પણ ધ્યાન રાખવું. તમારી તકલીફ દૂર કરવા માટે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો.

મિત્રતાના નામે તમને છેતરતો ના હોય તેનું ધ્યાન આપો, વાતની સ્પષ્ટતા કરો

હું 20 વર્ષની કોલેજમાં ભણતી યુવતિ છું. મારી સાથે ભણતા યુવકે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો પરંતુ મેં તેને ઠુકરાવી દીધો હતો. એ પછી તેણે મિત્ર તરીકે સબંધ રાખવા વિનંતી કરી હતી. જે મેં સ્વિકારી લીધી હતી. તે પછીથી અમે કોલેજ કેન્ટિન કે બગીચામાં સાથે બેસીને વાતો કરતા હતા. તે કોઈ જાતની છૂટછાટ પણ લેતો નહોતો. પરંતુ તે મારી સાથે વધુને વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરે છે. જેને લીધે લોકો સમજે છે કે અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છીએ. લોકોને વાતો કરવાનો મોકો મળી રહ્યો છે અને મને બદનામ કરી રહ્યા છે. તો મારે હવે શું કરવું ?

બદનામીથી બચવું હોય તો આ યુવક સાથે હળવા મળવાનું બંધ કરી દો.

જવાબઃ અત્યારે જમાનામાં ઘણાં ચેન્જ આવી ગયા છે. એક સ્ત્રી અને પુરુષ મિત્ર હોય તે સામાન્ય વાત છે. પરંતુ લોકોને મોઢે ગળણા ન બાંધી શકાય. જો તમારે ખોટી અફવાઓથી અને બદનામીથી બચવું હોય તો આ યુવક સાથે હળવા મળવાનું બંધ કરી દો. ધીમે ધીમે મિત્રતા ઓછી કરી નાંખો, કદાચ બની શકે તમારો કહેવાતો મિત્ર પણ અન્ય લોકોને તમે એની સાથે પ્રેમમાં છો એવું કહેતો હોય. તેને આશા હોય કે મિત્રતામાંથી પ્રેમી બની જવાશે એ આશાએ તમારી પાછળ પાછળ ફરવા માટે મિત્રતાનું નામ આપ્યું હોય. જો તમને એ યુવક પસંદ નથી. તેની સાથે તમારે કોઈ જાતનો પ્રેમ જેવું નથી તો ભલાઈ એમાં જ છે કે તેને બોલાવી સ્પષ્ટતા કરીને મિત્રતાને પૂરી કરી દો. તે યુવક મિત્રતાના નામે તમારી સાથે રમત તો નથી રમતો ને. તેને ઊંડે ઊંડે એવી આશા હોય કે મિત્રતામાંથી આ સંબંધ પ્રેમ સુધી પહોંચાડી દઈશ.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!