GSTV
Ahmedabad India News ગુજરાત ટોપ સ્ટોરી

Bullet Train / અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન વચ્ચે અહીં બનશે 21 કિમી લાંબી ટનલ, જાણો વિગત

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે હાઈસ્પીડ રેલ કોરિડોરમાં 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે.આમાંથી સાત કિમી ટનલ દરિયાની નીચે હશે. દરિયાની નીચે બનેલી આ પહેલી ટનલ હોવાનું કહેવાય છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે.

બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટામાં ભૂગર્ભ સ્ટેશનો વચ્ચે ટનલ બનશે
ભારતીય રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર સમુદ્રની નીચે બનાવવામાં આવનાર હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો આ ભાગ મહારાષ્ટ્રના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા સ્ટેશનો વચ્ચે હશે. બુલેટ ટ્રેન માટે તૈયાર થનારી આ રેલ્વે લાઇનમાં એક જ ટ્યુબ ટનલ હશે, જેમાં અપ અને ડાઉન ટ્રેકને સમાવવામાં આવશે. પેકેજના આ ભાગમાં ટનલની આસપાસના 37 સ્થળોએ 39 ઈક્વિપમેન્ટ રૂમનું બાંધકામ પણ સામેલ હશે.

આ રીતે બનશે 21 કિમિ લાંબી ટનલ
રેલવેના જણાવ્યા અનુસાર, આ ટનલના નિર્માણ માટે 13.1 મીટર વ્યાસના કટર હેડ સાથે TBMનો ઉપયોગ કરવામાં આવશે. મેટ્રો સિસ્ટમમાં વપરાતી શહેરી ટનલ માટે સામાન્ય રીતે પાંચથી છ મીટર વ્યાસના કટર હેડનો ઉપયોગ થાય છે. લગભગ 16 કિમી ટનલ બનાવવા માટે ત્રણ ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. બાકીની 5 કિમી ટનલ માટે લેસર ઓસ્ટ્રિયન ટનલીંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

ટનલનો આ ભાગ બુલેટ ટ્રેનના રૂટનો સૌથી મહત્વપૂર્ણ ભાગ
આ ટનલ જમીનથી લગભગ 25 થી 65 મીટર ઊંડી હશે. સૌથી વધુ ઊંડાઈ શિલફાટા નજીક પારસિક ટેકરી નીચે 114 મીટર ઊંડી હશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિક્રોલી અને સાવલી ખાતે ટનલની ઊંડાઈ 36, 56 અને 39 મીટર હશે. ઘણસોલી ખાતે 42 મીટરની ઝોકવાળી શાફ્ટ અને શિલફાટા ખાતે લગભગ 5 કિમી ટનલ પોર્ટલ NATM ટનલીંગ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટના વિવિધ કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2022 છે. ટનલનો આ ભાગ બુલેટ ટ્રેનના રૂટનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

HARSHAD PATEL

PFI પર પ્રતિબંધ / અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખે કહી આ મોટી વાત, જાણો

Hemal Vegda

ચેતવણી/ દુનિયાના આરોગ્ય સામે જોખમી કોરોના જેવો નવો વાયરસ પશ્ચિમ રશિયામાંથી મળ્યો, ચામાચિડિયામાં જોવા મળ્યા આ લક્ષણો

HARSHAD PATEL
GSTV