GSTV
News World

સિડનીમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવનારની તપાસ કરવામાં આવી, કરોડો ડોલરના ડ્રગનો થયો પર્દાફાશ

સિડનીના ઉપનગર ઈસ્ટવુડ ખાતે એક અણઘડ વાહન ચાલકે 270 કિગ્રા ડ્રગ ભરેલી વાન પોલીસ સ્ટેશનની બહાર ઉભેલી પેટ્રોલ કાર સાથે અથડાવતા 14 કરોડ ડોલરના ડ્રગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. 28 વર્ષીય વાન ચાલકે પોતાના વાહનથી પોલીસ સ્ટેશનના બહાર પાર્ક કરવામાં આવેલી કારને ટક્કર મારી હતી.

જેથી પોલીસની ગાડીનું બોનેટ કચડાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને એક કલાકની અંદર જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ દરમિયાન વાહનની તલાશી લેવામાં આવતા તેમાંથી પૂંઠાના ખોખાઓમાં પેક કરવામાં આવેલું 273 કિગ્રા ડ્રગ હાથ લાગ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફુટેજની મદદથી તેમણે પોલીસની ગાડીને ટક્કર મારનાર વાહન શોધી કાઢ્યું હતું જેમાંથી 14 કરોડનું મૂલ્ય ધરાવતું મેથામ્ફેટામાઈન ડ્રગ મળી આવ્યું હતું. ધરપકડ બાદ વાનના ચાલક પર ડ્રગની હેરાફેરી કરવાનો અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ચાર્જ લગાવવામાં આવ્યો હતો અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ

Karan

BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?

pratikshah

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah
GSTV