GSTV
Sabarkantha Trending ગુજરાત

હિંમતનગર : 13 વર્ષની બાળકી હતી ટ્રાયકોબ્રેજાનો શિકાર, છેલ્લા 7 વર્ષથી ખાતી હતી પોતાના જ માથાના વાળ

હિંમતનગરના ભિલોડા તાલુકાના વણજરા ગામની ૧૩ વર્ષની બાળકીના પેટમાંથી વાળનું ગૂંચળું બહાર કાઢવામાં આવ્યું. આ 13 વર્ષની બાળકી છેલ્લા 7 વર્ષથી ટ્રાયકોબ્રેજાની બિમારીથી પીડાતી હતી અને તેણી પોતાના માથાના વાળ તોડીને ખાતી હતી અને તેના કારણે તેના પેટમા વાળનો જથ્થો એકત્રિત થઇ ગયો હતો અને તેના કારણે આ બાળકીને પેટમા એકાએક દુઃખાવો થયો. પેટમા દુઃખાવો થતા તુરંત જ બાળકીને હોસ્પિટલમા ખસેડવામા આવી અને તેનુ સીટી સ્કેન અને સોનોગ્રાફી કરાવવામા આવી.

ડોકટર જગદીશ નાયકે કહ્યું હતું કે, ૧ લાખ વ્યક્તિએ ટ્રાઇકોબ્રેજાનો એક કેસ સામે આવતો હોય છે. જેમાં દર્દી પોતે જ પોતાના હાથે માથાના વાળ તોડીને ખાતા હોય છે અને વાળ ખાવાની કુટેવના કારણે ધીમે-ધીમે આ વાળનો જથ્થો પેટમાં ભેગો થતો હોય છે. બાળકીને પેટમાં દર્દ જતા જ તેના માતા-પિતા દ્વારા હોસ્પિટલમાં તપાસ માટે લવાઈ હતી.

આ બાળકીનુ નામ છે રીંકુબા જાડેજા. આ બાળકીના હોજરીના ભાગમાંથી ૫૧૦ ગ્રામ જેટલા વાળનું ગૂંચળું નીકળ્યું હતુ. આ બાળકી સાત વર્ષથી પોતાના વાળ આરોગતી હતી. બાળકીના વાળ દિવસે-દિવસે ઓછા થતા હોવાને લઇ પરિવારે વાળ ખરતા હોવાની દવા કરાવી હતી. જોકે, બાળકીને પેટદર્દ થતા સોનોગ્રાફી અને સીટીસ્કેન કરાવતા વાળનું ગૂંચળું હોવાનું સામે આવ્યુ હતુ. ૪૫ મિનિટ ઓપરેશન કરીને ૫૧૦ ગ્રામનું વાળનું ગુચળુ બહાર કાઢવામાં આવ્યું હતુ. ઓપરેશન બાદ દર્દીની તબિયત સ્વસ્થ હોવાનું માલૂમ પડયુ છે. તબીબી ભાષામાં આ પ્રકારની માનસિકતાને ટ્રાયકોબ્રેજા કહેવામાં આવે છે. અનેક સબનોર્મલ લોકોમાં પોતાના વાળ ખાવાની આદત હોય છે.

Read Also

Related posts

બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા

Hardik Hingu

Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન

Kaushal Pancholi

“ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા

Nelson Parmar
GSTV