GSTV
Home » News » યૌન ઉત્પીડનના મામલે તાત્કાલિક સુનાવણી માટે 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ ખોલવામાં આવશે

યૌન ઉત્પીડનના મામલે તાત્કાલિક સુનાવણી માટે 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ ખોલવામાં આવશે

યૌન ઉત્પીડનના મામલે તાત્કાલિક સુનાવણી માટે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયે 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આ વિશેષ અદાલત આગામી એક વર્ષ સુધીમાં કામ શરૂ કરવા લાગશે. જેમાં મહિલાના યૌન ઉત્પીડન અને બાળ ગુના સાથે જોડાયેલાં પોક્સો એક્ટના મામલે સુનાવણી થશે. હાલ દેશમાં 664 ફાસ્ટ ટ્રેક કોર્ટ કામ કરે છે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે વિશેષ અદાલતના નિર્માણ પર 700 કરોડ રૂપિયા ખર્ચ થશે.

આ રકમ નિર્ભયા કોષમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બજેટમાં 474 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને બાકી 226 કરોડ રાજ્ય સરકાર આપશે. દરેક ફાસ્ટ કોર્ટને સંચાલિત કરવામાં વર્ષે લગભગ 75 લાખનો ખર્ચ આવશે. જેને સ્થાપિત કરવાની જવાબદારી ગૃહ મંત્રાલયની પાસે હશે… જ્યારે કાયદા મંત્રાલય દરેક ત્રણ માસે સુનાવણીની પ્રગતિ રિપોર્ટ તૈયાર કરશે. આ પ્રસ્તાવ મુજબ 18 રાજ્યોમાં પોક્સો એક્ટ અંતર્ગત ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. જેમાં મહારાષ્ટ્ર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, મેઘાલય, ઝારખંડ, આંધ્રપ્રદેશ, બિહાર, મણિપુર, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક, મિઝોરમ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, તમિલનાડુ,આસામ અને હરિયાણા સામેલ છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું ચિત્ર હજુ સુધી અસ્પષ્ટ, ઉદ્ધવે ધારાસભ્યોની બોલાવી બેઠક

Mayur

દિલ્હીની ચૂંટણી જીતવા કેજરીવાલે એડીચોટીનું જોર અત્યારથી જ લગાવી દીધું છે પણ બસ ‘પાણી’ તેમને નડી જાય તો નવાઈ નહીં

Mayur

NRC મામલે અમિત શાહનો સંસદમાં મોટો ખુલાસો, ધર્મના આધારે નહીં કરાય કોઈની સાથે ભેદભાવ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!