GSTV
Ahmedabad ગુજરાત

રાજયના 99 પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માન, ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યા સન્માનિત

અમદાવાદમાં રાજયના 99 પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતુ.ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસ અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોન્સ્ટેબલ કક્ષાથી લઇને IPS કક્ષા સુધીના પોલીસ અધિકારીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે 2002 પહેલા ગુજરાત વિવિધ ગુંડાઓના નામથી ઓળખાતું હતું. ગુજરાતના પોલીસ બેડાં દ્વારા ગુજરાતને સુરક્ષિત કરવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અને આતંકવાદ સામેની ઘણું કામ કર્યું છે. દેશમાં થતા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના નેટવર્ક તોડવનું કામ ગુજરાત પોલીસે કર્યું છે.તો સીએમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશના પોલીસદળ માટે નવી ટેકનોલોજી લાવવામાં આવી છે.

Related posts

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

HARSHAD PATEL

રાજકારણ / 27 વર્ષનું સાશન છત્તાં ગુજરાતમાં આ બેઠકો તોડવામાં ભાજપ નિષ્ફળ, મોદી અને શાહની રણનીતિ પણ નથી રહી સફળ

pratikshah

ગુજરાત ચૂંટણી/ ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને સાઈડલાઈન કરી દીધા

HARSHAD PATEL
GSTV