GSTV

ચોમાસુ સત્રઃ લોકસભામાં ઘેરાયા બાદ રાજ્યસભ્યામાં સરકારે આપ્યો જવાબ, શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં આટલા લોકોના થયા મોત

લોકડાઉન દરમિયાન કેટલા પરપ્રાંતિય મજૂરોનાં મોત થયાની બાબતે સંસદમાં વિપક્ષના ઘેરાવા બાદ સરકારે જવાબ આપ્યો છે. સોમવારથી શરૂ સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે આ સવાલ પર સરકારને ઘેરી લીધી હતી. આ મુદ્દે તેમની પાસે કોઈ ડેટા ઉપલબ્ધ ન હોવાનો કેન્દ્ર સરકાર તરફથી જવાબ મળ્યો ત્યારે મોટા પ્રમાણમાં હંગામો મચી ગયો હતો. જે પછી શુક્રવારે સરકારને ફરી એકવાર આ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે લોકડાઉન દરમિયાન શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં કેટલા લોકોના મોત થયા હતા. રાજ્યસભામાં આ સવાલના જવાબમાં સરકારે કહ્યું કે 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોના શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં જીવ ગુમાવ્યો છે.

87 મૃતદેહોના કરાયા છે પોલિસ દ્વારા પોસ્ટમોર્ટમ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રેલવેમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ 97 મૃત્યુમાંથી 87 મૃતદેહોને રાજ્ય પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. સંબંધિત રાજ્ય પોલીસ તરફથી અત્યાર સુધીમાં 51 પોસ્ટમોર્ટમના અહેવાલો પ્રાપ્ત થયા છે. આમાં મૃત્યુનાં કારણોને કાર્ડિયાક એરેસ્ટ, હ્રદયરોગ, બ્રેઈન હેમરેજ, ફેફસાં અને યકૃત સંબંધિત રોગને આભારી છે.

મે મહિનામાં પણ 80 મજૂરોનાં મોતનાં સમાચાર સામે આવ્યા હતા

આ અગાઉ મે મહિનામાં પણ 80 મજૂરોનાં મોતનાં સમાચાર સામે આવ્યા હતા. રેલ્વે પ્રોટેક્શન પોલીસના હવાલેથી કહેવામાં આવ્યું છે કે 9 મેથી 27 મેની વચ્ચે શ્રમિક સ્પેશિયલ ટ્રેનની અંદર 80 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

શું સરકાર પાસે કોઈ સત્તાવાર ડેટા છે કે કેમ?

તમને જણાવી દઇએ કે, જ્યારે કોરોના વાયરસ સંકટ પછી દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, તે સમયગાળા દરમિયાન પરપ્રાંતિય મજૂરો ખૂબ પ્રભાવિત થયા હતા. લાખો પરપ્રાંતિય મજૂરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, આ દરમિયાન ઘણા લોકોના મોત થયાના સમાચાર પણ બહાર આવ્યા હતા. આ મુદ્દે સંસદમાં સોમવારે સવાલ પૂછવામાં આવ્યો હતો કે લોકડાઉન દરમિયાન હજારો મજૂરો મરી ગયા છે, શું સરકાર પાસે કોઈ સત્તાવાર ડેટા છે કે કેમ? તેના પર સરકારે જવાબ આપ્યો કે તેમની પાસે આવા કોઈ જ પ્રકારના ડેટા ઉપલબ્ધ નથી. સરકારે જવાબ આપ્યો હતો કે લોકડાઉનમાં આશરે 80 કરોડ લોકોને વધારાના રાશન આપવામાં આવ્યું હતું. વધારાનું રાશન આપવાની વ્યવસ્થા સરકારે નવેમ્બર સુધી ચાલુ રાખવાની છે.

READ ALSO

Related posts

ચાલુ વર્ષને ઝીરો એજ્યુકેશન વર્ષ ડિકલેર કરવા ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનની માગ

Nilesh Jethva

હાર્દિક પંડ્યાએ કેમ કર્યો ટીમ ઈન્ડિયાની રણનીતિનો ખુલાસો? વિરાટ કોહલીએ કરી સ્પષ્ટતા

pratik shah

રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હવે જસ્ટીસ કે.એ. પૂંજ નહિં ગુજરાત હાઈકોર્ટના આ પૂર્વ જજ કરશે, આ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!