GSTV

સુંદર રમણીય દ્રશ્યો: 29 KM લંબાઈ, 960 કરોડનો ખર્ચ, જાણો દેશના પ્રથમ સાઉન્ડ પ્રૂફ હાઈવેની વિશેષતા

Last Updated on September 28, 2021 by pratik shah

મધ્યપ્રદેશના સવની જિલ્લામાં બનેલા આ હાઈવેની લંબાઈ 29 કિલોમીટરની છે અને તેને બનાવવા માટે 960 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.અહીંથી પસાર થનારા લોકો હાઈવે પર રોકાઈને તસવીરો ખેંચાવે છે.હાઈવે પર પસાર થતી ગાડીઓનો અવાજ હાઈવેની નીચે સંભળાતો નથી.

નાગપુર તરફ જતા આ હાઈવેની બંને તરફ સ્ટીલની દિવાલો ઉભી કરવામાં આવી છે.જેથી અવાજ બહાર જાય નહીં.તાજેતરમાં જ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેનુ લોકાર્પણ કર્યુ હતુ.હાઈવે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનુ ઉત્તમ ઉદાહરણ છે.હાઈવેની નીચે જંગલમાં પ્રાણીઓને પસાર કરવા માટે એનિમલ અન્ડરપાસ બનાવાયા છે.

જાનવરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાઉન્ડ પ્રૂફ હાઈવે બનાવાયો

આ 29 કિલોમીટરનો હાઈવે પેંચ ટાઈગર રિઝર્વના બફર ઝોનમાંથી પસાર થાય છે અને જાનવરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાઉન્ડ પ્રૂફ હાઈવે બનાવાયો છે.કુલ મળીને હાઈવે નીચે 14 અન્ડર પાસ બનાવાયા છે.જેથી પ્રાણીઓ આસાનીથી પસાર થઈ શકે.વાહનોની લાઈટો પ્રાણીઓને ખલેલના પહોંચાડે તે માટે હેડલાઈટ રિડ્યુસર પણ લગાવવામાં આવ્યા છે.

આ હાઈવેનો 29 કિમી ભાગ પેંચ ટાઈગર રિઝર્વ બફર ઝોનથી થઈને નિકળે છે. ત્યાં જાનવરોનું ાવનજાવન છે. હાઈવે પરથી પસાર થયા દરમ્યાન જાનવરોની સાથે સાથે લોગોને પણ ખતરો રહેતો હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં જાનવરોની સુરક્ષા અને તેમની સુવિધાને ખ્યાલ રાખતા આ સાઉન્ડ પ્રૂફ હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!