GSTV

અમરેલીમાં મેઘરાજાએ વરસાવી મહેર, જિલ્લામાં સિઝનનો ૯૫.૮૦ ટકા વરસાદ

આ વર્ષે મોડા મોડા પણ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં હેત વરસાવતા નદીનાળામાં નવાનીરની આવક થઈ છે. ખાસ કરીને અમરેલીમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અને ખેડૂતોએ ખરીફ ખેતી તરફ વળ્યા છે.

  • અમરેલીમાં મેઘરાજાએ વરસાવી મહેર
  • જિલ્લામાં સિઝનનો ૯૫.૮૦ ટકા વરસાદ

ચાલુ વર્ષે મોડા મોડા પણ અમરેલીમાં થયેલી શ્રીકાર વર્ષાએ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે..નદીઓમાં ખળખળ કરતા નવા નીર વહેતા થયા છે..સમગ્ર જિલ્લામાં કુલ એવરેજ 639 મીમી વરસાદ વરસે છે..જેની સરખામણીએ આ વર્ષે 572 મીમી વરસાદ વરસ્યો છે. અમરેલીના વિવિધ તાલુકાઓમાં પડેલા વરસાદ પર નજર કરીએ તો, અમરેલી – 89.63 ટકા,બગસરા – 98.04 ટકા,બાબરા – 77.43 ટકા, ધારી – 71.75 ટકા,જાફરાબાદ – 113.55 ટકા, ખાંભા – 121.01 ટકા, લાઠી – 70.32 ટકા, લીલીયા – 81.31 ટકા, રાજુલા – 115.77 ટકા, સાવરકુંડલા – 103.74 ટકા, વડિયા – 107.86 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

આ વર્ષે અમરેલી જિલ્લામાં ખરીફ પાકોનું સારુ વાવેતર થયુ છે. ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોએ આ વર્ષે મગફળી અને કપાસનું સારુ એવુ વાવેતર કર્યું છે. આ વર્ષે જિલ્લામાં કુલ 5 લાખ 56 હજાર 193 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 3 લાખ 31 હજાર 335 હેકટરમાં કપાસનું વાવેતર અને મગફળીનું 183193 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તો અન્ય પાકોમાં મગ, તલ, ઘાસચારાનું પણ સારુ એવું વાવેતર થયું છે.

READ ALSO

Related posts

સ્કૂલ ફી : આ તારીખ સુધી ફી ભરનારને જ અમે 25 ટકાની આપીશું રાહત, સ્કૂલ સંચાલકોએ આપી ડેડલાઈન

pratik shah

ગજબ/ હવામાં જ કોરોનાને પકડી લેશે આ ખાસ ડિવાઇસ, મોઢામાં આંગળા નાંખી દેશો એટલી છે કિંમત

Bansari

સરકારનો વાલીઓને સ્પષ્ટ સંદેશ : ફીના મામલે અમે સ્કૂલ સંચાલકોની સાથે, તમારું જે થવું હોય તે થાય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!