GSTV
North Gujarat ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં દર કલાકે 40 લોકોને કોરોનાનો લાગે છે ચેપ, હવે જ ગાઈડલાઈન પાળવાની છે જરૂર, જાણો કયા જિલ્લામાં કેવી છે સ્થિતિ

ગુજરાતમાં કોરોના વાયરસ સતત નવી સપાટી વટાવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 949 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 46516 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકની સિૃથતિ જોવામાં આવે તો ગુજરાતમાં પ્રતિ કલાકે અંદાજે 40 વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે.

જુલાઇના 17 દિવસમાં જ કોરોનાના કુલ 13843 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલ 11464 એક્ટિવ કેસ છે જેમાંથી 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 17 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. સુરતમાં જૂન મહિનાના અંત સુધી કોરોનાના કુલ 4829 કેસ હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં દિવસેને દિવસે ભયાવહ સિૃથતિ સર્જાઇ રહી છે.

ક્યાં સૌથી વધુ એક્ટિવ કેસ?

જિલ્લોએક્ટિવ કેસ
અમદાવાદ3635
સુરત2924
વડોદરા684
રાજકોટ586
ગાંધીનગર291
મહેસાણા277
સુરેન્દ્રનગર248
વલસાડ236
ભરૂચ230
જામનગર208

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 177-સુરત ગ્રામ્યમાં 57 એમ કુલ 234 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 3 જુલાઇ બાદ નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 9141 થઇ ગયો છે. આમ, સુરતમાં જુલાઇના 17 દિવસમાં 4312 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 166-અમદાવાદ ગ્રામ્યમાં 18 એમ કુલ 184 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 23964 થઇ ગયો છે. જેમાં જુલાઇના 17 દિવસમાં અમદાવાદમાં કોરોનાના 3051 કેસ નોંધાયેલા છે. છેલ્લા 24 કલાકમાં પોરબંદર-ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા.

કયા જિલ્લામાં અત્યારસુધી સૌથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ?

જિલ્લોડિસ્ચાર્જ
અમદાવાદ18792
સુરત5978
વડોદરા2693
ગાંધીનગર706
બનાસકાંઠા313
ભરૂચ307
આણંદ303
જુનાગઢ301
રાજ્યમાં કુલ32944

ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વડોદરા શહેરમાં 64-વડોદરા ગ્રામ્યમાં 13 એમ કુલ 77 નવા કેસ નોંધાયા હતા. આમ, વડોદરામાં કોરોનાના કુલ કેસ હવે 3430 છે. રાજકોટ શહેરમાં 35-ગ્રામ્યમાં 23 એમ કુલ 58, ભાવનગર શહેરમાં 25-ગ્રામ્યમાં 19 એમ કુલ 44, ગાંધીનગર શહેરમાં 13-ગ્રામ્યમાં 19 એમ કુલ 32 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 5-સુરતમાંથી 5-રાજકોટમાંથી 2-ભાવનગરમાંથી 2, પાટણ-વડોદરા-ગાંાૃધીનગરમાંથી 1-1 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આમ, કુલ મરણાંક હવે અમદાવાદમાં 1537, સુરતમાં 239, વડોદરામાં 53, ગાંધીનગરમાં 36, રાજકોટમાં 20, ભાવનગરમાં 17, પાટણમાં 20 જ્યારે ગુજરાતમાં 2108 થયો છે. ગુજરાતમાં 10 દિવસ બાદ સૌથી વધુ દૈનિક મૃત્યુ નોંધાયા હતા.

5 દિવસથી રાજ્યમાં 900થી વધુ કેસ, અમદાવાદમાં 15 દિવસથી 200થી ઓછા કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)
23 જૂન549(235)
24 જૂન572(215)
25 જૂન577 (238)
26 જૂન580(219)
27 જૂન615(211)
28 જૂન624(211)
29 જૂન626(236)
30 જૂન620(197)
1 જુલાઈ675(215)
2 જુલાઈ681(211)
3 જુલાઈ687(204)
4 જુલાઈ712(172)
5 જુલાઈ725(177)
6 જુલાઈ735(183)
7 જુલાઈ778(187)
8 જુલાઈ783(156)
9 જુલાઈ861(162)
10 જુલાઈ875(165)
11 જુલાઈ 872 (178)
12 જુલાઈ879(172)
13 જુલાઈ902(164)
14 જુલાઈ915(167)
15 જુલાઈ925(173)
16 જુલાઈ919(181)
17 જુલાઈ949(184)
કોરોના

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 770 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાં સુરતમાંથી 351-અમદાવાદમાંથી 165, વડોદરામાંથી 87 દર્દીઓને રજા અપાઇ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 32944 થઇ ગઇ છે. ગુજરાતમાં હાલ 3.74 લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.

Related posts

ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી

Damini Patel

હિટ એન્ડ રન/ રોડ ક્રોસ કરતા વૃધ્ધને લકઝરી કારેઅડફેટે લીધા, મોતને ઘાટ ઉતારી ચાલક ભાગી ગયો

Damini Patel

સુરતીઓ ચેતજો/ કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો, આ વિસ્તારોમાં સૌથી વધુ ફેલાયુ સંક્રમણ

Karan
GSTV