GSTV
Home » News » Oscars 2019માં આ ત્રણ ફિલ્મોને મળ્યું છે સૌથી વધુ નામાંકન, જાણો શું છે ખાસ

Oscars 2019માં આ ત્રણ ફિલ્મોને મળ્યું છે સૌથી વધુ નામાંકન, જાણો શું છે ખાસ

2019ના એકેડમી પુરસ્કાર સમારોહનું આયોજન 24 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ સમારોહમાં કુલ 24 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. એકેડમી એવોર્ડસ પહેલી વખત 16 મે, 1929ના રોજ હૉલીવુડના રૂસવેલ્ટ હોટલમાં એક ખાનગી સમારોહ આયોજીત કરવામાં આવ્યાં હતાં. આ વખતે આ સમારોહ મેજબાન વગર ડૉલ્બી થિયેટરમાં થઈ રહ્યાં છે.

જો વાત નૉમિનેશન્સની કરીએ તો આ વખતે ઑસ્કર નૉમિનેશન્સમાં બે ફિલ્મોને સૌથી વધારે ચર્ચા રહી છે. ‘Roma’ અને ‘The Favourite’ને 10-10 નૉમિનેશન્સ મળ્યાં. આ સિવાય અમેરિકાના 46મા ઉપરાષ્ટ્રપતિના જીવન પર આધારીત ફિલ્મ વાઈસની પણ ખૂબ ચર્ચા છે.

રોમા

રોમાને BAFTA પુરસ્કાર અને Directors Guild of America (DGA) પુરસ્કાર મળ્યો છે. આ નેટફ્લિક્સની ફિલ્મ છે અને વિદેશી ભાષામાં છે. ફિલ્મ ખૂબ પ્રભાવશાળી છે. ફિલ્મને એલફૉન્જો ક્યૂરૉને નિર્દેશિત કરી છે. ક્યૂરૉનના મેક્સિકોમાં વિતાવવામાં આવેલા જીવનને આ ફિલ્મમાં જોઈ શકાય છે. ફિલ્મની સિનેમાટોગ્રાફી અદ્ભૂત છે. રાજકીય અસહિષ્ણુતા અને વિદ્યાર્થી વિદ્રોહની વચ્ચે એક પરીવારની કહાનીને કહેતી આ ફિલ્મને નિર્દેશક પોતાના બાળપણની કહાની માને છે. બ્લેક એન્ડ વ્હાઈટમાં ફિલ્મામવામાં આવેલી આ ફિલ્મ તમને જૂની ફિલ્મોની યાદ અપાવે છે.

‘ધ ફેવરેટ’

ફિલ્મના ડાયરેક્ટર યોરગોસ લૈંથીમૉસ વર્ષ 2015માં આવેલી અદ્ભૂત ડૉર્ક હ્યુમરથી સજ્જ ફિલ્મ ‘ધ લોબસ્ટર’નું નિર્માણ કર્યુ છે. પીરીયડ ડ્રામા ફિલ્મ ‘ધ ફેવરેટે’ હાલમાં જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પોતાના નામે કર્યા છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર નિભાવનારી અભિનેત્રી ઓલિવિયા કૉલમેનને પણ ઓસ્કર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે. ઓલિવિયા કોલમેને ‘ધ ફેવરેટ’ ફિલ્મમાં બ્રિતાની મહારાની એનનુ પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં મહારાની એન અને ડચેજ ઑફ માર્લબોરો સારાની વચ્ચે મોહબ્બતના સંબંધને દર્શાવવામાં આવ્યો છે.

‘વાઈસ’

આ ફિલ્મ અમેરીકાના 46મા ઉપરાષ્ટ્રપતિના જીવન પર આધારીત છે. જ્યોર્જ બુશના કાર્યકાળમાં ડિક ચેની ઉપ રાષ્ટ્રપતિ હતાં અને તેમને અત્યાર સુધીના સૌથી મજબૂત ઉપ રાષ્ટ્રપતિ માનવામાં આવે છે. ફિલ્મમાં ડિક ચેનીનો રોલ કરનારા કિશ્ચિન બેલ પોતાની શાનદાર એક્ટિંગ માટે ઓળખાય છે. આ ફિલ્મમાં કિશ્ચિન બેલના તેમના સારા મેકઅપ માટે ખૂબ વખાણ થયા છે. આ પાત્ર માટે બેલે બેતહાશા વજન વધાર્યુ હતું. આ ફિલ્મ ડિક ચેનીની બાયોપિક છે. ફિલ્મમાં ડિક ચેનીનો રોલ કરનારા ક્રિશ્ચન બેલને ગોલ્ડન ગ્લોબમાં કૉમેડી અને મ્યૂઝીકલ ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!