GSTV
Gujarat Government Advertisement

રાજસ્થાનમાં ફક્ત 1 જ મહિનામાં 91 બાળકોનાં મોત, તપાસ કમિટીએ હોસ્પિટલ પ્રશાસનને આના આધારે આપી ક્લિનચીટ

Last Updated on December 31, 2019 by pratik shah

રાજસ્થાનના કોટામાં બાળકોની હોસ્પિટલમાં થયેલા બાળકોના મોત અંગે અશોક ગહેલોત સરકાર દ્વારા નિમવામાં આવેલી તપાસ કમિટીએ હોસ્પિટલ પ્રશાસન અને ડોકટર્સને ક્લીન ચિટ આપી છે. તપાસ કમિટીએ ઈલાજમાં કોઈ ખામી નહીં હોવાનુ જણાવ્યું છે.

જો કે તપાસ કમિટીએ પોતાના રિપોર્ટમાં તે વાત લખી છે કે આઈસીયૂમાં સિલિન્ડર લઈ જવામાં આવે છે, જ્યારે કે ઓક્સીજનની પાઈપ લાઈન હોવી જોઈએ. ડોકટરની કમિટીમાં કહેવામાં આવ્યું કે 10માંથી 5 બાળકો એક માસથી નાના હતા.

અને કાતિલ શિયાળામાં તેમના પરિવારના લોકો જીપમાં રાખીને બીજી હોસ્પિટલથી રેફર કરીને સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યારે ઈન્ફેકશન કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને બાળકોના મૃત્યુ નિપજ્યા હતા.

રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે 53 બેડ પર 70 બાળકોથી વધુના આઈસીયૂમાં રાખીને ઈલાજ કરવામાં આવી રહ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઑફર/ સસ્તામાં દમદાર Smart TV ખરીદવાનો મોકો, રિયલમીથી લઇને સેમસંગ અને વનપ્લસ સુધીના છે ઓપ્શન

Bansari

Post Officeની આ સ્કીમમાં જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા

Damini Patel

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!