GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી 90,000 લોકોને મળશે રોજગાર, જાણો કયા સેક્ટરમાં કેટલાની થશે ભરતી

અમદાવાદ

Last Updated on September 19, 2020 by Bansari

બેરોજગારીથી પરેશાન યુવાઓ માટે ખુશખબર છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના અંતર્ગત નિર્માણ દરમિયાન જ 90 હજારથી વધુ લોકોને રોજગાર મળશે. એક લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાને અમલમાં મુકનાર નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને (NHSRCL) જણાવ્યું કે તેના નિર્માણ દરમિયાન જ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને થઇને 90 હજારથી વધુ રોજગારના અવસર પેદા થશે.

51000થી વધુ ટેક્નિશિયન, કુશળ તથા અકુશળ કામદારોની જરૂર

કોર્પોરેશનના પ્રવક્તા સુષમા ગૌરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે નિર્માણ સંબંધિત કામ માટે 51000થી વધુ ટેક્નિશિયન તથા કુશળ અને અકુશળ કામદારોની જરૂર પડશે. કોર્પોરેશન આવા લોકોને વિભિન્ન સંબંધિત કામો માટે તાલીમ આપવાની સંભાવનાઓ તલાશી રહ્યું છે. પાટા પાથરવા માટે કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોના કર્માચારીઓની વિશેષ તાલીમની પણ વ્યવસ્થા કરશે.

નોકરીઓ

34000થી વધુ અપ્રત્યક્ષ રોજગારના પણ અવસર

તેમણે જણાવ્યું કે નિર્માણના સમયે 34000થી વધુ અપ્રત્યક્ષ રોજગારના અવસર પણ આવશે, 480 કીમીથી વધુ લાંબા આ પાટામાં 460 કીમી લાંબા વાયાડક્ટ અને દરિયાની નીચે સાત કિમી સહિત કુલ 26 કીમી લાંબી સુરંગ, 27 લોખંડના પુલ, 12 સ્ટેશન અને ઘણી નવી સહાયક સુપર રચના હશે. તેના નિર્માણ સમયે 75 લાખ ટન સીમેન્ટ, 21 લાખ ટન સ્ટીલનો ઉપયોગ થવાનું અનુમાન છે. આ સંબંધિત ઉદ્યોગો અને તેની સાથે જોડાયેલી આપુર્તિ શૃંખલામાં રોજગારના વધુ અવસર ઉભા થશે.

2016માં લાગુ થયેલા આ કાર્પોરેશનના પ્રવક્તાએ જણાવ્યું કે નિર્માણ સંબંધીત અમુક મહત્વપૂર્ણ કામો માટે ટેન્ડર આવતા બે મહિનામાં ખુલશે અને તેમાં આખરી ઓપ આવામાં આવશે. આ પરિયોજના માટે આત્યાર સુધી કુલ જરૂરીયાતના 64 ટકા ભુમિ હસ્તગત કરી દેવામાં આવી છે જેમાંથી 82 ટકા ગુજરાત અને કેન્દ્ર શાસિત ક્ષેત્ર દાદરા અને નગર હવેલીમાં તથા લગભગ 23 ટકા મહારાષ્ટ્રમાં છે. જણાવી દઈએ કે જાપાનની સહાયતા વાળી આ યોજનાના કાર્યનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના તત્કાલીન પ્રધાનમંત્રી શિંજો આબેની હાજરીમાં સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં કર્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

માળો પીંખાયો : ગોંડલમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપટે, ત્રણનાં મોત

Bansari

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!