GSTV
Home » News » ગુજરાતના આ શહેરના લોકો નવ હજાર રૂપિયાની કિલો મિઠાઈ ખાઈને રક્ષાબંધનની ઉજવણી કરશે

ગુજરાતના આ શહેરના લોકો નવ હજાર રૂપિયાની કિલો મિઠાઈ ખાઈને રક્ષાબંધનની ઉજવણી કરશે

સોનાનો ભાવ સાંભળીને ટાઢ ચઢી જાય તેવી સ્થિતી છે. પરંતુ ખાવાના શોખીન સુરતીલાલાઓને કોઇ મોંઘવારી નડતી નથી. રક્ષાબંધનનું પર્વ નજીક છે ત્યારે મીઠાઇની દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે. આ ભીડમાં એવા લોકો પણ છે જે સોનાના વરખથી તૈયાર કરાયેલી 9 હજાર રૂપિયે કિલો મીઠાઇ ખરીદી રહ્યા છે.

સુરતનું જમણ અને કાશીનું મરણ. ખાવા પીવાની બાબતમાં સુરતીઓને કોઇ ન પહોંચે. હાલમાં ભલે સોનાનો ભાવ ભડકે બળે. પરંતુ રક્ષાબંધનના પર્વને લઇને સુરતમાં સોનાના વરખવાળી 9 હજારની કિલો વેચાતી મીઠાઇ લેવામાં પણ સુરતીઓ આગળ છે. સુરતમાં ઘોડદોડ રોડ પરની મીઠાઇની દુકાનમાં મળતી સોનાની વરખવાળી મીઠાઇ લેવા વાળા પણ લોકો છે જે આ મીઠાઇથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાના છે.

આ વખતે સ્વતંત્રતા પર્વ પણ સાથે છે જેથી ભારતના નકશા આકારની કાજૂકતરી પણ તૈયાર કરાઇ છે. જેને લેવા માટે પણ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે સુરતની મીઠાઇની દુકાનનું આ દ્રશ્ય જોઇને કહેવું પડે કે ભલે દુનિયાભરને મંદી નડે પણ સુરતવાળા ક્યાંય પાછા ન પડે.

READ ALSO

Related posts

બાપ રે ! આવી રીતે પણ બને છે દૂધ ? શૈમ્પુ અને કેમિકલથી બનતા દૂધનો ગોરખધંધો

Pravin Makwana

બારડોલીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva

BSNLના નવા પ્રીપેડ પ્લાનમાં મળી રહ્યો છે 168GB ડેટા, જાણો તેની વિગતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!