GSTV
Home » News » ગુજરાતમાં દર વર્ષે 900 બળાત્કાર: આ શહેરમાં સૌથી વધુ, નામ જાણી શરમ આવશે

ગુજરાતમાં દર વર્ષે 900 બળાત્કાર: આ શહેરમાં સૌથી વધુ, નામ જાણી શરમ આવશે

એક તરફ રાજ્ય સરકાર ગુજરાત મહિલાઓ માટે દેશમાં સૌથી સુરક્ષિત હોવાના દાવા કરે છે. પરંતુ ગુજરાતમાં અધધ કહી શકાય એટલી બળાત્કારની ફરિયાદો નોંધાઇ હોવાનું સામે આવતા સરકારના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.

એક તરફ સરકાર બેટી બચાઓ બેટી પઢાઓના નારા લગાવી રહી છે ત્યારે રાજ્યમાં બળાત્કારના કિસ્સા પણ વધી રહ્યા છે. જેને લઈને રાજ્યની શાખ પર છાંટા ઉડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં જ 4565 ગુના નોંધાયા છે. એટલે કે અંદાજીત વાત કરવામાં આવે તો વર્ષે 900 ગુના નોંધાયા છે જે ફરિયાદ નોંધાઇ છે. જેમાં સગીરા સાથે ના બનાવોની સંખ્યા પણ ખૂબ મોટી છે જેને લઈને સલામતીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. આંકડા પર નજર કરીએ તો.

  • વર્ષ 2013માં 753
  • 2014માં 853
  • 2015માં 911
  • 2016માં 922 જ્યારે

2017માં 926 ફરિયાદ નોંધાઇ છે. આમ તો ભાષણો અને સભાઓ દરમિયાન એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. કે નવરાત્રીમાં અડધી રાત્રી સુધી દીકરીઓ સુરક્ષિત ફરી શકે છે. પરંતુ આ જે આંકડાઓ સામે આવી રહ્યા છે જેને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ ફરિયાદોમાં અમદાવાદ મોખરે છે 5 વર્ષમાં 621 ફરિયાદ નોંધાઇ છે. રાજ્યના ગૃહમંત્રી જે શહેર માંથી ચૂંટાઈ ને આવે છે. ત્યાં જ સૌથી વધારે ફરિયાદ નોંધાઇ છે જેને લઈને સરકાર ગંભીર થઈને કાર્યવાહી કરે એ જરૂરી બની રહ્યું છે.

Related posts

નિકોલ દુર્ઘટના મામલે કોંગ્રેસના આ નેતાએ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

આગામી એક વર્ષમાં 8 વર્ષની સૌથી ભયંકર મંદીનાં એંધાણ, ટ્રેડ વોર પણ ગ્લોબલ મંદીનું એક કારણ

Riyaz Parmar

સુરત પોલીસના ખભા ઉપર એક ખાસ ત્રીજી આંખ મુકવામાં આવી, પોલીસ બની હાઈટેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!