GSTV

લોહીયાળ દિવસ / મ્યાંમારમાં સેનાનું આડેધડ ફાયરિંગ : 90 લોકોના મોત, ફેલાઈ રહ્યો છે આક્રોશ

Last Updated on March 27, 2021 by Karan

મ્યાંમારમાં શનિવારે આર્મ્ડ ફોર્સેજ ડે ઉપર સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં સુરક્ષાદળોની ગોળીઓથી લગભગ 90 લોકો માર્યા ગયા છે. સમાચાર સંસ્થા ‘ધ ઇરાવડ્ડી’ અને ‘મ્યાનમાર નાઉ’ના અહેવાલ અનુસાર શનિવારે જે વિરોધ પ્રદર્શનો થયાં એ અત્યારસુધીના સૌથી લોહીયાળ વિરોધ પ્રદર્શન છે. મ્યાનમાર નાઉ મુજબ સાંજે 4-30 વાગ્યા સુધી દેશનાં 40 શહેરોમાં 91 લોકોનાં મૃત્યુ થયાં છે. ધ ઇરાવડ્ડીનાં અહેવાલ અનુસાર 28 જગ્યાએ 59 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં 3 બાળકો પણ સામેલ છે.

સેના દ્વારા હિંસા અચારવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હોવા છતાં તખ્તાપલટાનો વિરોધ કરી રહેલાં ઍક્ટિવિસ્ટોએ શનિવારે મોટાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી.સેનાએ દેશભરમાં વિરોધ કરતા આંદોલનકારીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ સશસ્ત્રદળોની કાર્યવાહીમાં બાધા નાંખશે તો તેમને 20 વર્ષની જેલ થઈ શકે છે.

સૈન્ય પ્રમુખ મિન આંગ લાઈંગે શનિવારે નેશનલ ટેલિવીઝન ઉપર પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, લોકતંત્રની રક્ષા કરીશુ અને વાયદો છે કે દેશમાં ચૂંટણી કરાવવામાં આવશે.

પરંતુ ચૂંટણી ક્યારે કરાવાશે તેને તે વાત અંગે કશુ જણાવ્યું નથી. મ્યાંમારમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં સેનાએ તખ્તા પલટ કરીને સત્તા ઉપર કબ્જો મેળવી લીધો છે ત્યારે સેના વિરોધી પ્રદર્શનોમાં 320થી વધારે લોકોના માર્યા ગયાના સમાચારો મળી રહ્યાં છે.

સરકારી ટેલિવીઝને શુક્રવારે ચેતવણી આપતા કહ્યું હતું કે, લોકોએ વિચેલા દિવસોમાં થયેલા મોતમાંથી શબક લેવી જોઈએ. તેને પણ માથે કે પાછળ ગોળી લાગી શકે છે. મ્યાનમારના બીજાં સૌથી મોટા શહેર મંડલેના માર્ગો પર લોકોનાં મૃત્યુ થયાં છે. વિરોધ પ્રદર્શન કરી રહેલાં લોકોએ નૅશનલ લીગ ફૉર ડેમોક્રેસી (એનએલડી)નો ધ્વજ હાથમાં લીધો હતો, જે અટકાયતમાં લવાયેલા નાગરિક નેતા આંગ સાન સુ કીની પાર્ટીનો ધ્વજ છે. યુરોપિયન યુનિયન, બ્રિટન અને કેનેડા સહિત 12 દેશે મ્યાનમાર સેનાને અપીલ કરી હતી કે તમે સશસ્ત્ર કાર્યવાહી ના કરતા. અમેરિકન દૂતાવસે પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી હતી કે, હાલ તમે ઘરોમાં જ રહેજો.

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!