GSTV
Morabi ગુજરાત ટોપ સ્ટોરી

કરૂણાંતિકા/ હળવદમાં દિવાલ ધરાશાયી થતાં 12ના કરૂણ મોત, પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ

હળવદ GIDCમાં દીવાલની ધરાશાયીની મોટી ઘટના સામે આવી છે. GIDCમાં દીવાલની ધરાશાયી થતા 12 લોકોના મોત થયા છે. હજુ મોતનો આંકડો વધવાની સંભાવના છે. 12 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હજુ મૃતદેહ કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. બુલ્ડોઝરથી મૃત દેહની કાઢવાની કામગીરી શરૂ છે.

મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

બ્રિજેશ મેરજાએ ઘટનાને દુઃખદ ગણાવી

હળવદમાં સાગર સોલ્ટ ફેકટરીમાં દિવાલ ધરાશાયી થતા 12 લોકોના મોતની ઘટના પર રાજ્ય સરકારના પ્રધાન બ્રિજેશ મેરજાએ પ્રતિક્રિયા આપી હતી.તેઓએ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી હતી..આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી છે.. મુખ્યપ્રધાને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.

બચાવ કામગીરી હાથ ધરાઇ

દીવાલ નીચે દટાયેલા શ્રમિકોને બચાવવા માટે હિટાચી અને 3 જેસીબીની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ 5 એમ્બ્યુલન્સને પણ તે સ્થળે તૈનાત કરી દેવામાં આવી હતી. સ્થાનિકોની મદદથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટના અંગે જાણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સાથે જ મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા પોલીસ વડા ત્રિપાઠી, સ્થાનિક મામલતદાર ભાટી, હળવદના પીઆઈ, પીએસઆઈ સહિતનું પોલીસ તંત્ર અને સરકારી તંત્ર સ્થળ પર દોડી ગયું હતું.

હળવદ મીઠાંના કારખાનાંમાં દીવાલ પડતાં 30 જેટલા શ્રમિકો દબાયાની આશંકા છે. હળવદ જીઆઇડીસીમાં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ પડતા આ દુર્ઘટના ઘટી છે. જેસીબી દ્વારા દબાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ છે. અત્યાર સુધીમાં 12 શ્રમિકોના મૃતદેહ બહાર કઢાયા છે. હજુ મૃત્યુઆંક ઊંચો જવાની શક્યતા છે. ઘટના બાદ તંત્ર દોડતું થયું છે. હાલમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તંત્ર દ્વારા બાકીના લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. અહીંથી ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યાં છે. એકાએક દિવાલ ઘસી પડતાં કોઈને પણ બચવાનો મોકો ન મળતાં મોતનો આંક હજુ વધે તેવી પૂરી સંભાવના છે.

મૃતકોનાં નામની યાદી

 1. રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા
 2. કાજલબેન જેશાભાઈ
 3. દક્ષાબેન રમેશભાઈ કોળી
 4. શ્યામભાઈ રમેશભાઈ કોળી
 5. રમેશભાઈ મેઘાભાઈ કોળી
 6. દિલાભાઈ રમેશભાઈ કોળી
 7. દીપકભાઈ દિલીપભાઈ સોમાણી
 8. રાજુભાઈ જેરામભાઈ
 9. દિલીપભાઈ રમેશભાઈ
 10. શીતબેન દિલીપભાઈ
 11. રાજીબેન ડાયાભાઈ ભરવાડ
 12. દેવીબેન ડાયાભાઈ ભરવાડ

જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની કામગીરી ચાલી રહી હતી તેવામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા હોવાનું જાણવા મળ્યું છે. અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે અને અંદાજે 12 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

Read Also

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari

અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ

Zainul Ansari
GSTV