GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

દિનચર્યામાં આ કૂટેવો હોય તો આજથી જ બદલી નાખો, નહીં તો જીવનભર પછતાવું પડશે

ભૌતિક સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે. દિવસની શરૂઆત પૂજા પાઠથી કરી ઈશ્વર પાસે પણ સમૃદ્ધિની કામના કરે છે. ત્યારબાદ રાત સુધી કામની દોડધામમાં સમય પસાર કરે છે. આજના સમયમાં પરીવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ટકાવી રાખવી મુશ્કેલ કામ છે પરંતુ તે અશક્ય નથી. દિવસ દરમિયાન કેટલીક એવી આદતો છે તેને બદલવાથી વ્યક્તિ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવન જીવી શકે છે. 

  • જો તમને આદત હોય થાળીમાં થોડું ભોજન પડતું મુકવાની તો આજે જ તેને બદલો. થાળીમાં ભોજન કર્યા બાદ તેના અંશ બાકી રાખવા નહીં. આ ઉપરાંત પથારીમાં બેસીને પણ ભોજન કરવું જોઈએ નહીં. ભોજન સાથે જોડાયેલી વધુ એક આદત છે જેને છોડવી જોઈએ. આ આદત છે થાળીમાં હાથ ધોવાની. આ આદતો સુધારી લેવાથી ધનની ખામી દૂર થવા લાગશે.
  • ઘણા લોકોને આદત હોય છે વારંવાર જ્યાં ત્યાં થૂંકવાની, આ આદત તેમનું સમ્માન ઘટાડે છે. જે વ્યક્તિ આવી આદત ધરાવે છે તેનું શરીર રોગીષ્ઠ રહે છે.
  • જ્યારે પણ ઘરમાં કોઈ આવે ત્યારે તેને પીવાનું પાણી અચૂક આપવું. આ આદતથી રાહૂ ગ્રહ શાંત થાય છે અને જીવનમાં આવેલા કષ્ટ દૂર થાય છે.
  • ઘરમાં છોડ રાખ્યા હોય તો તેનું જતન પણ બાળકની જેમ કરો. સવાર, સાંજ પાણી પીવડાવો અને તેનું ધ્યાન રાખો. આમ કરવાથી સૂર્ય, બુધ, ચંદ્ર શુભ પ્રભાવ રાખે છે અને ઘરમાં ક્લેશ થતો નથી.
  • બહારથી આવ્યા બાદ ઘરના મુખ્ય દરવાજા પર જૂતા ઉતારી જ્યાં ત્યાં ફેંકી દેવાથી શત્રુ બાધા વધે છે. એટલે જ્યારે પણ ઘરમાં પ્રવેશ કરો ત્યારે ચપ્પલને યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત ઉતારવા.
  • સવારે પથારીનો ત્યાગ કરો એટલે સૌથી પહેલા પથારી બરાબર કરો. ચાદર, તકીયા વગેરે વસ્તુઓને બરાબર સ્થાન પર રાખો. જે વ્યક્તિની પથારી અવ્યવસ્થિત હોય છે તેના પર શનિ અને રાહૂનો ખરાબ પ્રભાવ પડે છે.
  • બહારથી આવો એટલે સૌથી પહેલા હાથ, પગ અને મોં ધોવા જોઈએ. જે લોકો આમ નથી કરતાં તેમનું મન વ્યથિત રહે છે. આવા લોકો ક્રોધી થઈ જાય છે. નહાતી વખતે પણ પગને બરાબર સાફ કરવા.
  • ઘરના મુખ્ય વ્યક્તિએ ઘરમાં ખાલી હાથ પ્રવેશ કરવો નહીં. ઘરના સભ્યો માટે કોઈને કોઈ વસ્તુ જરૂર લાવવી. જે વ્યક્તિ આમ કરે છે તેના ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે.
  • ઘરમાં વધેલો ખોરાક કચરામાં ફેંકવો નહીં અને કોઈ પ્રાણીને ખવડાવી દેવો. આમ કરવાથી ઘરમાં પ્રેમ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. કચરામાં ભોજન ફેંકવાથી ઘરમાં બરકત રહેતી નથી.

Read Also

Related posts

નેપાળ પણ ચીનના રસ્તે, લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાખવાની આપી ધમકી

Harshad Patel

ચીનની લુચ્ચાઈ! કહ્યું- આતો Coronaની ફક્ત પહેલી લહેર છે, લાંબા સમય સુધી દુનિયાને ચુકવવી પડશે કિંમત

Arohi

Galaxy Note 20થી લઇને Fold 2, Samsung એકસાથે લૉન્ચ કરશે આ 5 ધાંસૂ સ્માર્ટફોન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!