GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

જમ્મૂ કાશ્મીર : સેનાએ ઠાર કર્યા વધુ પાંચ આતંકી, 24 કલાકમાં નવનો ખાત્મો, ત્રણ જવાન પણ શહીદ

કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં ભારતીય સેનાએ 9 આતંકીઓને ઠાર કર્યા છે. આજે આંતકીનું એક દળ નિયંત્રણ રેખાની પાસે કેરન સેક્ટરમાં ઘુસણખોરી કરવાની તૈયારીમા હતુ. આતંકીઓની જાણ થતા જ સેનાએ મોરચો શંભાળ્યો હતો. ત્યાર બાદ થયેલી અથડામણમાં સેનાએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ ઓપરેશનમાં 4 પૈરા સ્પેશ્યલ ફોર્સ,41 આરઆર, 57 આરઆર, 8 જાટ અને એસઓજી કુપવાડાની ટીમે ઓપરેશનને પાર પાડ્યા.

ભારતીય સેનાના ત્રણ જવાનો પણ શહીદ

આ અથડામણંમાં ભારતીય સેનાના ત્રણ જવાનો પણ શહીદ થયા છે. તો બીજી તરફ તે વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. આશંકા છે કે હજુ આ વિસ્તારમાં આતંકીઓ હાજર હોય શકે છે. આ પહેલા શુક્રવારે માહિતી મળતા શનિવારે સવારે સુરક્ષાબળોએ કુલગામ જિલ્લામાં બટપુરા વિસ્તારમાં ઘેરાબંધી કરીને ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. આ બધા આતંકીઓ હિજબુલ મુજાહિદિનના હતા.

ચાર નાગરિકોની હત્યા કરી હતી

દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓએ છેલ્લા દિવસોમાં અલગ અલગ ઘટનાઓમાં ચાર નાગરિકોની હત્યા કરી હતી. આ વાતને ધ્યાનમાં લઈને સુરક્ષાબળોની ઈન્ટેલિજંસ ગ્રિડને વધુ સક્રિય કરવામાં આવી હતી. આની વચ્ચે શુક્રવારની રાત્રે પુરી જાણકારી મળ્યા બાદ સુરક્ષાબળોએ સંયુક્ત અભિયાન હાથ ધરી કુલગામ જિલ્લાના બટપુરા વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી.

સેનાએ જવાબી હુમલો કરતા બે આતંકી ઠાર

ઘેરાબંધી બાદ ઘેરાયેલા આતંકીઓએ ભાગવાની કોશીશ કરી હતી અને સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેનો સેનાએ જવાબી હુમલો કરતા બે આતંકી ઠાર થયા હતા. ત્યાર બાદ ફાયરિંગ બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ સેનાને શંકા જતા વધુ ઘેરાબંધી કરતા આતંકીઓએ ફરી ફાયરિગ શરૂ કરી જેમા બીજા બે આતંકી માર્યા ગયા. તે જ્યા છુપાયા હતા તે ઘરને પણ સેનાએ ઉડાવી દીધુ.

READ ALSO

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

જમ્મુ કાશ્મીરમાં કડકાઈ સાથે લાગૂ થયુ લોકડાઉન, શ્રીનગરનો લાલચોક કરી દીધો સીલ

Pravin Makwana

સૌથી મોટા સમાચાર, સચિન પાયલોટ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે, જેપી નડ્ડાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા-સૂત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!