GSTV

અમદાવાદની આ શાળાઓમાં એવું તે શું ચાલી રહ્યું કે, RTI અતર્ગત માહિતી આપતા લાગે છે ડર

અમદાવાદની 9 જેટલી શાળાઓના આચાર્યો અને જિલ્લા શિક્ષણ અધિકારીના કચેરી અધિક્ષકે માહિતી નિયમન કાયદાનો ભંગ કરતા તેમને દંડ ફટકારાયો છે. શાળાઓ પાસેથી રાઈટ ટુ ઇન્ફોમેશન અંતર્ગત માંગવામા આવેલી માહિતીનો જવાબ શાળાઓએ અરજદારોને આપ્યો ન હોવાથી ગુજરાત માહિતી આયોગ દ્વારા શાળાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદની શાળાના સંચાલકોની મનમાની સામે હવે ગુજરાત માહિતી આયોગે ધોકો પછાડ્યો છે. અમદાવાદની 9 જેટલી શાળાઓએ આરટીઆઇ કાયદાનો ભંગ કરતા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. અરજદારોએ શાળા પાસેથી માહિતી માંગી હતી. પરંતુ શાળાઓએ અરજદારોને કોઇ જવાબ ન આપતા તેમને માહિતી આયોગે 10 હજારથી લઇને 25 હજાર સુધીનો દંડ ફટકાર્યો છે. જો કે શાળાની સાથે અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરીના કચેરી અધિક્ષકે પણ માંગેલી માહિતી નથી આપી. આથી તેમને પણ 1 હજાર 500નો દંડ આયોગે કર્યો છે.

જેમણે આરટીઆઇના નિયમોનો ભંગ કર્યો છે તે શાળાઓમાં ઉત્કર્ષ વિદ્યાલય, શેઠ સી.એસ. હાઇસ્કૂલ, કૈલાશ વિદ્યાલય, વિવેકાનંદ વિદ્યાલય, સત્યમ વિદ્યાલય, એમ.ટી. હાઇસ્કૂલ, નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળા અને ન્યૂ મેઘદૂત વિદ્યાવિહારનો સમાવેશ થાય છે. આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે સમયસર માહિતી ન આપનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. જો કે સવાલ એ છે શાળાઓમાં એવા તો ક્યા વેપારો ચાલી રહ્યા છે કે છૂપાવવા પડે છે. શાળાના આચાર્યો કે જે બાળકોને સત્યના પાઠ બાળકોને તેઓ માહિતી નિયમન હેઠળ સાચો જવાબ કેમ નથી આપતા તે પણ એક સવાલ છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાનાં ત્રણ નવા પોઝીટીવ કેસ, દર્દીઓનો કુલ આંકડો 58 પર પહોંચ્યો

Karan

કાશ્મીરમાં કોરોના વાયરસથી બીજું મોત, સરવાર દરમ્યાન શખ્સે તોડ્યો દમ

Karan

અમદાવાદમાં કોરોનાને લઈને વધુ એક દર્દીનું થયું મોત, ગુજરાતમાં કુલ મૃત્યુઆંક પાંચ થયો

Karan
Do NOT follow this link or you will be banned from the site!