હવામાન સાફ થવાની સાથે ધીમી ગતિએ શિયાળુ પાકોના વાવેતરની કામગીરી ઝડપી બની રહી છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં 29 નવેમ્બર 2019 સુધી રવિ પાકોનું કુલ 338.20 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 339.75 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઘઉંની ખેતી વધી
ચાલુ રવિ સિઝનમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કર્યું છે અને તેને પગલ ગત વર્ષની તુલનાએ તેનો વાવેતર વિસ્તાર 6.72 ટકા વધ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 150.74 લાખ હેક્ટમાં ઘઉંનું વાવેતર થયું છે જ્યારે ગત વર્ષે આ વાવેતર વિસ્તાર 141.25 લાખ હેક્ટર નોંધાયો હતો. રાજસ્થાનમાં ઘઉંનો વાવેતર વિસ્તાર ગત વર્ષના 15.96 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે 18.28 લાખ અને મધ્યપ્રદેશમાં 28.75 લાખ હેક્ટરથી વધીને 37.25 લાખ હેક્ટરે પહોંચ્યો છે. જો કે ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્ય પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વાવેતર ઘટ્યું છે. ડાંગરનું વાવેતર પણ નોંધપાત્ર ઘટ્યું છે. અત્યાર સુધી દેશમાં 8.17 લાખ હેક્ટરમાં ડાંગરની વાવણી કરાઇ છે જે ગત વર્ષના 7.37 લાખ હેક્ટરની સામે 19 ટકા વધુ વાવેતર દર્શાવે છે.

ખેડૂતોએ કઠોળનું વાવેતર ઘટાડ્યું
તો કઠોળનું વાવેતર પણ 10 ટકા ઘટ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 89.23 લાખ હેક્ટરમાં જ વાવણી થઇ છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના મુખ્ય કઠોળ ઉત્પાદક વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર ઘટાડતા આ સ્થિતિ સર્જાઇ છે. મુખ્ય રવિ કઠોળ પાક ચણાનું વાવેતર ઘટવાને લીધે કુલ વિસ્તાર ઘટ્યો છે અને તે 10 ટકા ઘટીને 61.5 લાખ હેક્ટર રહ્યું છે. તેલીબિયાંની વાત કરીયે તો સ્થિતિ વધારે પ્રોત્સાહક નથી. અત્યાર સુધીમાં 60.31 લાખ હેક્ટરમાં તેલીબિયાંનું વાવેતર થયું છે જે ગત વર્ષની તુલનાએ 5 ટકા ઓછું છે.

દેશમાં રવિ કૃષિ પાકોનું વાવેતર
(વિસ્તાર લાખહેક્ટરમાં, 29 નવેમ્બર 2019 સુધી)
કૃષિ પાક | ગત વર્ષ | ચાલુ વર્ષ | વધઘટ |
ઘઉં | 141.25 | 150.74 | +6.72% |
ડાંગર | 7.37 | 8.17 | +18.9% |
કઠોળ | 99.15 | 89.23 | -10.0% |
ચણા | 68.39 | 61.58 | -10.0% |
મસુર | 11.88 | 10.29 | -13.4% |
વટાણા | 6.68 | 6.37 | -4.59% |
અડદ | 2.38 | 2.69 | +13.4% |
જાડા ધાન્યો | 28.27 | 29.74 | +5.20% |
જુવાર | 16.70 | 18.41 | +10.2% |
મકાઇ | 7.15 | 6.30 | -11.9% |
જવ | 4.15 | 4.61 | +10.9% |
તેલીબિયાં | 63.69 | 60.31 | -5.31% |
રાયડો-સરસવ | 58.57 | 55.39 | -5.43% |
મગફળી | 1.88 | 1.91 | +1.83% |
અળસી | 1.92 | 1.74 | -8.87% |
કુલ વાવેતર | 339.7 | 4 338.20 | -0.45% |
READ ALSO
- RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ
- નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે
- IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!
- મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં
- IMFની ચેતવણી / આગામી વર્ષે વિશ્વમાં મહામંદીની આશંકા, ટળ્યો નથી ખતરો