GSTV
Home » News » જમ્મુ-કાશ્મીરમાં 4 કલાકમાં 6 આતંકી હુમલા, 12 સુરક્ષા કર્મી ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં 4 કલાકમાં 6 આતંકી હુમલા, 12 સુરક્ષા કર્મી ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે આતંકવાદીઓએ છ સ્થળો પર હુમલાને અંજામ આપ્યો હતો. જેમાં ચાર સ્થળોએ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. જ્યારે એક સ્થળે નિવૃત્ત હાઇકોર્ટના જજના બે સુરક્ષા કર્મચારીઓના હથિયાર છીનવ્યા હતા. ઉપરાંત છઠ્ઠી ઘટના કાશ્મીરના પજલપોરામાં બની હતી. જ્યાં આતંકીઓએ રાષ્ટ્રીય રાઇફલ્સના કેમ્પ પર ફાયરિંગ કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં એક પછી એક હુમલા થઇ રહ્યા છે, ત્યારે આ હુમલા બાદ કાશ્મીર ખીણમાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાદળોને આશંકા છે કે હજુ પણ ગ્રેનેડ હુમલા થઇ શકે છે. મંગળવારે સાંજે ચાર કલાકમાં છ કલાકમાં હુમલા થયા હતા. જેમાં ત્રાલ, અવંતિપુરા, પુલવામામાં ગ્રેનેડ હુમલા થયા હતા. જ્યારે સોપોરમાં સેનાના કેમ્પર પર આતંકી હુમલો થયો હતો, અને અનંતનાગરમાં હાઇકોર્ટ જજના ઘર પર હુમલો થયો હતો. આ હુમલામાં 12થી વધુ જવાનો ઘાયલ થયા છે.

અનંતનાગરમાં આતંકવાદીઓએ હાઇકોર્ટ જજ ગાર્ડ રૂમમાં હુમલો કર્યો હતો. અહીં ફાયરિંગમાં બે જવાન ઘાયલ થયા હતા, જ્યારે આતંકવાદીઓ ચાર ઓટોમેટિક રાઇફલ છિનવીને નાસી ગયા હતા. આ ઉપરાંત પુલવામા પોલીસ સ્ટેશન પર પણ હુમલો થયો હતો ત્યાર બાદ સોપોરમાં 22 રાષ્ટ્રીય રાઇફલની સેનાના કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલાઓની જવાબદારી હિઝબુલ મુજાહિદ્દીને લીધી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારે પણ આતંકવાદીઓએ સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં બે જવાન ઘાયલ થઇ ગયા હતા.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

સુપ્રીમના આદેશના ચાર વર્ષ બાદ અંતે રિઝર્વ બેંકે દેશના ટોપ 30 દેણદારોની યાદી કરી જાહેર, આ છે નામો

Mansi Patel

જમ્મૂ-કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો ઉપર ઉઠી રહેલાં સવાલોનાં જવાબ સરકારે આપે : SC

Mansi Patel

શિવસેનાના ધારાસભ્યના બગડ્યા બોલ, “જે અમને ફોડવાના પ્રયાસો કરશે અમે તેમનું માથુ ફોડી નાખીશુ”

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!