GSTV
Home » News » ભારત અને ભૂટાન વચ્ચે 9 MOU પર થયા હસ્તાક્ષર, નવા રાજકીય સંબધોનો થશે ઉદય

ભારત અને ભૂટાન વચ્ચે 9 MOU પર થયા હસ્તાક્ષર, નવા રાજકીય સંબધોનો થશે ઉદય

ભારતની પડોશી ફર્સ્ટ નીતિને આગળ વધારીને પીએમ મોદી આજથી બે દિવસ ભૂતાનના પ્રવાસે છે. આજે અને આવતીકાલે બે દિવસ પીએમ મોદી ભૂતાનમાં રહેશે. જે

દરમિયાન બંને દેશ દ્વિપક્ષીય સંબંધો સહિત આપસી હિતો સાથે જોડાયેલા વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. જેમાં હાઈડ્રો પાવર ક્ષેત્રમાં સહયોગ સહિત ને દેશના લોકો વચ્ચે સંપર્ક વધારવાના વિષયો પણ શામિલ હોઈ શકે છે.

બે દિવસ ભૂટાનની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ 9 જેટલાં એમઓયૂ સાઈન કર્યા છે. ભારત અને ભૂટાન વચ્ચે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ, નોલેજ નેટવર્ક, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેસ સેટેલાઈટ, રૂપે કાર્ડના ઉપયોગ સહિત 9 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા. જે બાદ બંને દેશના વડાપ્રધાન સંયુક્ત નિવેદન આપ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે બીજા કાર્યકાળની શરૂઆતમાં ભૂટાન આવવાનું મારું સૌભાગ્ય છે. આ ઉપરાંત ભૂટાન આપણું પાડોશી રાષ્ટ્ર છે તે વાતને પણ સૌભાગ્યપૂર્ણ ગણાવી હતી.

આ ઉપરાંત રૂપે કાર્ડ લોન્ચ થવાથી વેપારમાં મદદ મળશે તે વાત ભાર આપ્યો. ભૂટાનમાં મોદી અને વડાપ્રધાન શેરિંગે હાઈડ્રોઈલેકટ્રિક પાવર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

IND vs SA: કોહલીનો ધમાકો, સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

pratik shah

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!