9 લાખ ખેડૂતોને 10 હજાર રૂપિયા દિવાળી બોનસ આપવાનો હતો મોકો, રૂપાણી સરકારે લીધો આ નિર્ણય

તેલીબિયાં પાકોમાં સૌથી મોટા અને સૌરાષ્ટ્રના ખેડૂતોનાઆર્થિક આધાર સમા મગફળીના પાકમાં તેલિયા રાજાઓને દિવાળી અને ખેડૂતોના ઘરે હૈયાહોળી છે. જગતનો તાત ગણાતો ખેડૂત કેરોસીન લેવા ઉભો હોય તેમ એક મહિના સુધી ૩ વાર લાઈનોમાં લાગશે. હાલમાં રવી સિઝનની વાવણીનો પિક ટાઈમ હોવા છતાં ખેડૂતો ખેતરો ખાલી કરવાને બદલે મગફળીના વેચાણની જફામાં લાગી ગયો છે. દર વર્ષે લાભ પાંચમથી મગફળીની ખરીદી શરૃ કરતી સરકાર એ ભૂલી જાય છે કે, આ વર્ષે ૨૦ દિવસ દિવાળી મોડી છે. ગત વર્ષે ૨૫ મી ઓક્ટોબરથી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની શરૂઆત થઈ ગઈ હતી. હાલમાં સૌથી મોટી બુમરાણ મગફળીની ખરીદીની છે.

કૃષિ વિભાગના ટેકાના ભાવના નિયમોનુંસાર સરકારે ૬.૫ લાખ ટન મગફળીની ખરીદી કરવી પડી. હાલમાં ટેકાના ભાવને આધારે સરકાર ખેડૂતોને પ્રતિ મણ ૨૦૦ રૂપિયા સબસિડી અપાશે.  અામ અેક મણે 200 રૂપિયા ટને 10,000 રૂપિયા એટલે ૬.૫ લાખ ટનની ખરીદી પાછળ ૬૫૦ કરોડ રૂપિયાની મગફળીની ખરીદી થશે.  સામે મગફળી ખરીદી બાદ જાળવણી, વ્યાજ, સાચવણી, બારદાન, તોલાઈ, ચડાઈ, ઉતરાઈ, પરિવહન , ગોડાઉન ભાડુ અને પગાર સહિત ૨૫૦ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે.  અામ સરકાર 6.5 લાખ ટનની ખરીદી બાદ 850 કરોડ રૂપિયાનો ખર્આચ કરશે. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે સરકારને 1400 કરોડથી વધુનો ખર્ચ થવાની શકયતા છે.  ગુજરાતમા અા વર્ષે 14.68 લાખ હેક્ટરમાં મગફળીની ખેતી થઈ છે. સરકારે મગફળીની કોઈ પણ ભાંજગડમાં પડ્યા વિના ખેડૂતોને પૈસા અાપવાનું નક્કી કર્યું હોત તો પણ દિવાળીમાં દરેક ખેડૂતના ખાતામાં ૧૦ હજાર રૂપિયા બોનસ જમા કરાવી શકાઈ હોત. અા અંગે રજૂઅાતો પણ થઈ હતી પણ સરકારે ધ્યાને લીધી ન હતી. ખેડૂતને પ્રતિ મણ રૂપિયા 200 અોછા મળી રહ્યાં છે. અા 10 હજાર બોનસમાં અેક ખેડૂત 50 મણ સુધી અોછા ભાવ મળ્યા હોત તો ખેડૂતને સરભર થવાનો મોકો હતો અને મગફળીની વાવણી કરનાર  8થી 9 લાખ ખેડૂતને લાભ મળ્યો હોત તે મોટી વાત હતી. રૂપાણી સરકાર પાસે અા મોકો પણ હતો પરતું સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો.

સરકારના અણઘડ આયોજનને પગલે ખેડૂતો છતાં પૈસે ભીખારી બની ગયા છે. ગુજરાતમાં રૂપાણી સરકારમાંં ભાવાંતર યોજના લાગુ ન થવાના વિરોધમાં ગુજરાતના ૨૮ માર્કેટયાર્ડ હડતાળ પર ઉતર્યા છે. ખેડૂતો પાસે મગફળીનો માલ છે પણ તેને પૈસામાં ફેરવી શકે તેવી વ્યવસ્થા નથી. આ વચ્ચે રાજ્યાં બખ્ખા છે તો માત્ર તેલિયા રાજાઓને. તેલનો ડબો ૧,૫૦૦ રૂપિયાના આંકને વટાવી ગયો અને મગફળીના ઉત્પાદન માટે રાતદિવસ કાળી મજૂરી કરનાર ખેડૂતો મગફળીના ભાવ માટે અડધી રાતથી લાઇનો લગાવી રહ્યાં છે.

ભાજપનું જ મંડળીઓ અને યાર્ડમાં શાસન છતાં કેમ વિરોધ

ગુજરાતમાં સરકારે આ વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવા માટે યોજના લાગુ કરી છે.જેને પગલે નાફેડ સાથે સંકલન કરી સહકારી મંડળીઓ ખેડૂતો પાસેથી ખરીદી કરશે આ ટેકાનાભાવની ખરીદી પ્રક્રિયામાં ૮૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ થાય છે. જેમાં સહકારી મંડળીઓ પણકમિશનને આધારે કમાણી કરે છે. આ તમામ સહકારી મંડળીઓમાં ભાજપનું વર્ચસ્વ છે. હવેટેકાના ભાવની ખરીદી સામે જ માર્કેટયાર્ડ વેપારી એસોસિયેશન સામે પડયું છે. જેમાંગુજરાત સરકાર કહી રહી છે. તે વાત ૧૦૦ ટકા સાચી છે કે ખેડૂતો કરતાં ભાવાંતર યોજનાનીમાગણી વેપારીઓ કરી રહયા છે. તેનું મોટું કારણ એ છે કે, આ વર્ષે મગફળીનુંઉત્પાદન ૧૬ લાખ ટન આસપાસ રહેવાની સંભાવના છે. સરકારનો ઉત્પાદનનો અંદાજ ૨૬.૯૫ લાખટન છે.  આ ગણતરીને આધારે સરકાર ટેકાના ભાવે ૬ લાખ ટન આસપાસ ખરીદી કરે  આ ઉપરાંત સીંગદાણાની નિકાસમાં ૩થી ૪ લાખ ટનમગફળીના વપરાશ બાદ માંડ બજારમાં ૭થી ૮ લાખ ટનનો સ્ટોક રહે. ગત વર્ષે ઊંચા ઉત્પાદનછતાં મગફળી કાંડ બાદ તેલિયા રાજાઓને મગફળી નાફેડ પાસેથી મેળવવામાં આંખે પાણી આવીગયા હતા. વેપારીઓ પાસે પણ મગફળી ન હોવાથી ઊંચા ભાવ છતા પિલાણ માટે સારી મગફળીનોઅભાવ હતો. આ વર્ષે સ્થિતિ ખરાબ છે.

સૌરાષ્ટ્રમાં તેલિયા રાજાઅોનું વર્ચસ્વ

સૌરાષ્ટ્રમાં ભાજપના મોટા અગ્રણીઓ તેલના વેપાર સાથે સંકળાયેલા છે. માર્કેટયાર્ડોમાં પણ ભાજપનું શાસન છે. સહકારી મંડળીઓમાં પણ ભાજપનું શાસન છે. આમ તેલના વેપારમાં કોઈ મુશ્કેલી ન આવે માટે ખેડૂતોના નામે થઈ રહેલી બુમરાણમાં ખેડૂતો કરતાં ફાયદો વધુ વેપારીઓને છે. બજારમાં ભાવાંતર યોજના હેઠળ મગફળીની ખરીદી થાય તો માલ બજારમાં રહે અને તેલિયા રાજાઓ મગફળીની મનફાવે તેમ ખરીદી કરી શકે. અત્યારસુધી સરકાર ટેકાના ભાવે મોટાપાયે ખરીદી કરતી ન હતી. હવે સરકારે મગફળીની ખરીદી વધારવાની સાથે ઉત્પાદનમાં ઘટાડાને પગલે પિલાણ માટે ઊંચા ભાવ ખર્ચવા છતાં વેપારીઓને મગફળી મળતી નથી. ટેકાના ભાવે ખરીદી થાય કે ભાવાંતર યોજના હેઠળ ખરીદી થાય ખેડૂતને માલના ઊંચા પૈસા મળે એ સ્વાર્થ છે. પણ હાલમાં ખેડૂતોના નામે શરૃ થયેલા રાજકારણથી ખેડૂતો દિવાળી ટાણે પૈસા વગરના થઈ ગયા હોવાની બૂમરાણ ખેડૂતો સૌરાષ્ટ્રમાં પાડી રહ્યાં છે. અહીં ઉલ્લેખ કરાયેલી ઉપરોક્ત તમામ બાબતોની સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ચર્ચા ચાલી રહી છે. ખેડૂતો પાસે મગફળી છે પણ કોઈ ખરીદનાર નથી. હાલમાં રાજકારણ કરતાં વ્યવસાયમોટો બની જતાં સૌરાષ્ટ્રમાં ભાજપના શાસનમાં જ રૂપાણી સરકાર સામે આંદોલન થઈ રહ્યું છે.

બજારમાં ભાવ પણ મણનો ૮૫૦થી ૧,૦૦૦ની આસપાસ છે

વેપારીઓએ હડતાળ પાડી ભાવાંતર યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે. જેમાંખેડૂતો અને વેપારીઓને ફાયદો છે. એટલે વેપારી એસોસિયેશનની માગણી પણ સાચી છે.ભાવાંતર યોજનાથી મોટાપાયે ખેડૂતોને લાભ થવાની સંભાવના છે. હાલમાં મામલો એટલો પિસાઈગયો છે. જેમાં નુક્સાન પ્રજા અને ખેડૂતોને થઈ રહ્યું છે.  હાલમાં ખેડૂતોનું સૌથી મોટું ફોકસ એ ટેકાના ભાવે નોંધણી છે. ટેકાના ભાવેખરીદી ૧૫મીએ થવાની છે અને માર્કેટયાર્ડો હડતાળ પર ઉતરી જતાં સામી દિવાળી અને રવીસિઝનની વાવણી ટાણે ખેડૂતો પગ પર કુહાડો મારે તેવા નથી. હાલમાં સૌથી મોટી પૈસાની જરૂરિયાત વચ્ચે ખેડૂતો પાસે માલ પડયો છે. બજારમાં ભાવ પણ મણનો ૮૫૦થી ૧,૦૦૦ની આસપાસ છે પણ ખેડૂતો પાસેથી કોઈ ખરીદનાર નથી. આમ ખેડૂતોને નામે શરૃ થયેલા રાજકારણમાંખેડૂતોનો જ મરો થયો છે. સરકાર આ તમામ બાબતો સારી રીતે જાણે છે પણ તેરી ભી ચૂપ મેરીભી ચૂપની નીતિ અપનાવી રહી છે કારણ કે કેન્દ્રની યોજનાનો વિરોધ કરે તો વધુ ભરાવાનોડર છે.

ગુજરાતમાં મગફળીના અંદાજો અલગ અલગ

ગુજરાતમાં અલગ અલગ એજન્સીઓ પોતાના મગફળીના અંદોજો જાહેર કરતી હોય. જેમાં દરેકનો પોતાનો સ્વાર્થ છે. સોમાએઆ વર્ષે મગફળીના ઉત્પાદનનો અંદાજ ૧૪ લાખ ટનની આસપાસ મૂક્યો છે. સીએ ૧૫થી ૧૬ લાખ ટન અને ઇન્ડિયન ઓઇલ પ્રોડયુસ એસોસિયેશને ૨૦.૮૪ લાખ ટન ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. સરકારનો અંદાજ તો ૨૭ લાખ ટનની આસપાસ છે. હવે ખેડૂતો પોતે મૂંઝવણમાં છે કે કયા અંદાજને આધારે મગફળીમાં સંગ્રહ કે વેચાણનો નિર્ણય લેવો. આ તમામ અંદાજો ગણતરીઓને આધારે મૂકાય છે. સોમાને પોતાનો સિંગતેલનો ડબો ઊંચા ભાવે વેચવાનો હોવાથી તે નીચા ઉત્પાદનની બુમરાણ પાડતું હોય છે. જેઓ પોતાનો એકડો ઘૂટી રહ્યાં છે. સી અને આઇકિયાએ સીંગદાણાના વેપાર સાથે સંકળાયેલા હોવાથી તેઓ મધ્યમ ઉત્પાદનનો અંદાજ લગાવતા હોય છે. કારણ કે ઓછા ઉત્પાદનના અંદાજમાં સીંગદાણાની નિકાસ મોંધી પડે તેવી સંભાવના હોય છે. સરકાર પાસે તો ઉત્પાદનના અંદાજની અપેક્ષા રાખવી જ ખોટી છે. આ વર્ષે સરેરાશ ૧૬થી ૧૭ લાખ ટન ઉત્પાદનના અંદાજ વચ્ચે સરકાર પાસે ૩.૫૦ લાખ ટન મગફળીનો સ્ટોક પડયો છે. આવા સમયે વેપારીવર્ગના તમામ અંદાજો વચ્ચે સૌથી મોટો મરો ખેડૂતોનો થાય.

તેલિયા રાજાઅોને થયો મોટો ફાયદો

ખેડૂતોએ ઓછા વરસાદમાં પણ મગફળી પકવી છે, પણ દિવાળી પહેલાં વેચાણ કરવી એ સૌથી મોટી સમસ્યા છે. મગફળીના ખેડૂતો પાસેથી માલ હોવા છતાં ઉધારી કરવાનો વારો આવ્યો છે. વેપારીઓની હડતાળ અને સરકારની લાભ પાંચમે ખરીદી કરવાની નીતિમાં ખેડૂતોનું તેલ નીકળી ગયું છે. દિવાળી ટાણે રોકેટ ગતિએ તેલના ભાવ વધી રહ્યાં છે. ઉપરથી પિલાણ માટે મગફળીની મળતર ઓછી રહેતાં તેલિયા રાજાઓનો ખેલ આ વર્ષે ફળી ગયો છે. મગફળીમાં વર્ષભર ચાલેલી બબાલોને પગલે સૌથી વધુ ફાયદો તેલિયા રાજોઓને અનેસૌથી વધુ નુક્સાન ખેડૂતોને થાય. જેથી ઉત્પાદન કરનાર ખેડૂતોનો મરો તો ખરીદનારવેપારીઓ માલામાલ થાય… મગફળીના ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે સતત ખેડૂતોની લાઇનો વચ્ચે૨૦ હજારની આસપાસ આંક પહોંચ્યો છે. ૭ નવેમ્બરથી ૧૧ નવેમ્બર સુધી દિવાળી વેકેશનને પગલેપાંચ દિવસ રજિસ્ટ્રેશન બંધ થઈ જવાથી રવીવારે પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ રખાઈછે…

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter