GSTV

અફઘાનિસ્તાન : આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટથી ન ધરાયા તો ફાયરિંગ કરવા લાગ્યા

Last Updated on December 25, 2018 by Mayur

અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં 29 લોકોના મોત નીપજ્યા છે અને અન્ય 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આત્મઘાતી આતંકી હુમલો કાબુલના સરકારી પરિસરમાં થયો છે. કાબુલના સરકારી પરિસરમાં બોમ્બ વિસ્ફોટની સાથે જ બંદૂકધારીઓએ ફાયરિંગ કરીને લોકોને નિશાન બનાવ્યા હતા. અધિકારીએ જણાવ્યુ છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકી હિંસાનો આ નવો મામલો છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે જણાવ્યુ છે કે લગભગ એક કલાક સુધી ચાલેલા હુમલામાં વીસ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને હુમલામાં જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના સામાન્ય નાગરીકો છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ. અફઘાનિસ્તાનના સરકારી દળોએ વળતી કાર્યવાહીમાં ત્રણ બંદૂકધારીઓને ઠાર કર્યા છે.

કાબુલ ખાતેના સરકારી પરિસરમાં લોકનિર્માણ મંત્રાલય સહીતના અન્ય સરકારી વિભાગો કાર્યરત છે. હુમલા બાદ 200 જેટલા સરકારી કર્મચારીઓને બહાર લાવવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલમાં મંત્રાલયની ઈમારતના દરવાજા નજીક આત્મઘાતી હુમલાખોરે કારબોમ્બ વિસ્ફોટ કર્યો અને બાદમાં બંદૂકધારી હુમલાખોરે ફાયરિંગ કરીને ઈમારતમાં દાખલ થયા હતા. હુમલા વખતે ઈમારતમાં સેંકડો કર્મચારીઓ હાજર હતા અને આમાના કેટલાક કર્મચારીઓએ ખુદને બચાવવા માટે ઈમારતની બહાર કૂદકો પણ માર્યો હતો.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!