દેશમાં લોહીની ઉણપ ધરાવતા બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ ઉણપ ‘એનિમિયા’ કહેવાય છે ૨૦૧૫-‘૧૬માં, ૬થી ૫૯ મહિનામાં ૫૮.૬% બાળકો એનિમિક હતા તેની ટકાવારી વધીને ૬૭.૧% થઈ ગઈ છે.

જો રાજ્યોની વાત કરીએ તો દેશના સૌથી વધુ સમૃદ્ધ રાજ્યો પૈકીના ગુજરાતમાં ‘એનિમિક’ બાળકોની ટકાવારી ૮૦ સુધી પહોંચી ગઈ છે. જ્યારે સૌથી વધુ શિક્ષિત રાજ્ય કેરલમાં ૩૯% બાળકો એનિમિક છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વે (NFHS) ૫ ના તાજા આંકડા ચોંકાવનારા છે. આરોગ્ય ક્ષેત્રે દેશે ઘણી પ્રગતિ કરી છે ત્યારે બાળકોમાં રક્તની ઉણપ અને કુપોષણની સમસ્યા વધી હોવાના અહેવાલો પ્રાપ્ત થાય છે. વિશેષજ્ઞાોનું કહેવું છે કે મા અને બાળકોને ભરપુર પોષાક આહાર ન મળવો તે આ સમસ્યાનું મુખ્ય કારણ છે. આ સ્થિતિમાં ૯ ટકાનો થયેલો વધારો દર્શાવે છે કે પરિસ્થિતિ પહેલા કરતાં ઘણી જ બગડી ચૂકી છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વે (NFHS) ના અહેવાલો પ્રમાણે શહેરોમાં ૬૪.૨% અને ગામડાઓમાં ૬૮.૩% બાળકો રક્તની ઉણપ ધરાવે છે. એટલે કે હીમોગ્લોબીન (રક્તકણ)ની માત્રા ૧૧ ગ્રામ પ્રતિ ડેશીલીટરથી ઓછી જોવા મળી છે. ગામડાઓ અને શહેરોની સરેરાશ ભેગી કરીએ તો ૬૭.૧ ટકા બાળકો દેશમાં એનિમિયાગ્રસ્ત છે.
આ પૂર્વે ૨૦૧૫-‘૧૬માં NFHS ના આંકડા દર્શાવે છે કે ત્યારે શહેરોમાં ૫૬% અને ગામડાઓમાં ૫૯.૫% એકંદરે ૫૮.૫ ટકા બાળકો લોહીની ઉણપ ધરાવતા હતા. પરંતુ પછીના પાંચ વર્ષમાં એનિમિક બાળકોની સંખ્યામાં ૯% વધારો થયો છે.
આ પૂર્વે નેશનલ ફેમીલી હેલ્થ સર્વે ૨૦૦૫-‘૦૬માં થઈ હતી ત્યારે દેશમાં એનિમિક બાળકોની સંખ્યા ૬૯.૪ ટકા હતી. હવે તાજા આંકડા દર્શાવે છે કે દેશ ફરી એક દશક પાછો ફેંકાઈ ગયો છે.
આ સંબંધે વિશેષજ્ઞાો જણાવે છે કે માત્ર શહેરોમાં જ નહી,ગામડાઓમાં પણ મોટા અનાજનું સેવન ઘટયું છે. માત્ર ઘઉં અને ચોખા ઉપરથી વધુ આધાર અનાજના નામે રાખવામાં આવે છે. મોંઘવારીને લીધે મધ્યમ અને ગરીબ વર્ગમાં ફળો, શાકભાજી, દાળ, તેલ, ઘી વગેરેની ઉપલબ્ધતા ઘટી છે. આ ઉપરાંત આયર્ન તેમજ ફોલિક એસિડનો વપરાશ પણ કોરોના કાળમાં ઘટયો છે. તેથી બાળકોમાં હીમોગ્લોબીન (રક્તકણ) ઘટતાં બાળકોમાં એનિમિયા વધી રહ્યું છે જે વધારે ચિંતાજનક છે.
MUST READ:
- મુશ્કેલ સમયમાં ઉદ્ધવને બચાવવા પત્ની રશ્મિ મેદાનમાં ઉતર્યા, હોમ મિનિસ્ટરે સંભાળ્યો આ મોરચો
- વોટ્સએપની સીક્રેટ ટ્રીક! એન્ડ્રોઇડ પર ટાઈપ કર્યા વિના કોઈપણને મોકલી શકશો મેેસેજ
- સંજય રાઉતના ખભા પર બંદૂક રાખીને નિશાન સાધી રહી છે NCP – બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકર
- ઇજિપ્તએ ભારત પાસેથી 180,000 ટન ઘઉં ખરીદવા માટે કર્યો કરાર, રશિયા- યુક્રેન યુદ્ધથી આયાત ખર્ચમાં થયો વધારો
- બંગાળી અભિનેત્રી- TMC સાંસદ નુસરત જહાંએ ખુલ્લા આકાશ નીચે કરાવ્યું ફોટોશૂટ, આપ્યા સિઝલિંગ પોઝ