GSTV

દુર્લભ ઘટના: અહીં પહેલા જ નોરતે થયો ‘નવ દુર્ગા’નો જન્મ, થઇ રહી છે ચારેકોર ચર્ચા

શનિવારે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ દિવસે જ એક દુર્લભ ઘટનાઓ બની. કલ્યાણની વૈષ્ણવી હોસ્પિટલમાં આ જ દિવસે નવ છોકરીઓનો જન્મ થયો હતો. હાલ આ ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.કલ્યાણની વૈષ્ણવી હોસ્પિટલ માટે નવરાત્રીનો પહેલો દિવસ કંઈક ખાસ અને દુર્લભ હતો. આ હોસ્પિટલમાં એક અનોખી ઘટના બની છે જ્યાં નવરાત્રીના પહેલા જ દિવસે 9 છોકરીઓનો જન્મ થયો હતો. આ દુર્લભ સંયોગ, જે નવરાત્રીના પહેલા દિવસે થયો હતો, તેની તબીબી ક્ષેત્ર સહિત તમામ જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

અગિયાર ગર્ભવતી મહિલાઓએ આપ્યો 9 બાળકીઓને જન્મ

કોરોનાકાળમાં કોવિડ યોદ્ધા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ યુદ્ધનાં ધોરણે મદદ કરી રહ્યા છે. કલ્યાણના વૈષ્ણવી હોસ્પિટલમાં પણ આવી જ વ્યવસ્થા હતી. જોકે, ઘટનનાં આ દિવસે શુભ શગુને દરેક કોવિડ યોદ્ધાઓમાં સમાન ઉત્સાહ જોવા મળ્યો હતો. અગિયાર ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં 9 મહિલાઓએ બાળકીઓને જન્મ આપ્યો હતો અને 2 મહિલાઓએ છોકરાઓને જન્મ આપ્યો હતો.

જે એક જ દિવસમાં 9 દિકરીઓનાં જન્મ થયો તો તે ઘટના ભાવનાત્મક હતી અને અહીંનાં કર્મચારીઓ માટે સમાનરૂપે રોમાંચક પણ હતી. પોતાની હોસ્પિટલમાં કોરોના સામે લડતા, દરેક લોકોએ ભાવના વ્યક્ત કરી કે, આ બાળકીઓનાં રૂપમાં નવદુર્ગાએ સ્વયં અવતાર લીધો હતો. કલ્યાણનાં સુપ્રસિદ્ધ ડૉ. અશ્વિન કક્કડને સામાજીક અને સંવેદનશીલ વ્યક્તિનાં રૂપમાં ઓળખવામાં આવે છે.

Read Also

Related posts

સારા સમાચાર/ ફાઈઝર અને મોડેર્ના પછી ત્રીજી રસીની પણ આગેકૂચ, ભારત જેવા દેશો માટે છે અત્યંત લાભદાયી

pratik shah

મહામારી વકરી/ દિલ્હીમાં દર કલાકે પાંચ લોકોના કોરોનાથી મોત, મહારાષ્ટ્રમાં પ્રવેશમાં માટે સરકારે બનાવ્યા સખ્ત કાયદા

pratik shah

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!