ભારત અને ચીનની વચ્ચે મે મહિનાથી ચાલી રહેલા સૈન્ય ગતિરોધ હજુ સુધી ઉકેલાયો નથી. ત્યારે બંને દેશો એકબીજાને શંકાની નજરે નિહાળી રહ્યા છે. જેના કારણે સરહદે હથિયારો અને જવાનોની તૈનાતી પણ વધારી દીધી છે. આ સ્થિતિમાં ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદને ઉકેલવા માટે આઠમાં તબક્કાની મંત્રણા થઇ શકે છે.

એક રિપોર્ટ મુજબ લદ્દાખમાં ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે આગામી સપ્તાહે ભારત અને ચીનની વચ્ચે સૈન્ય અને કૂટનૈતિક સ્તરની આઠમાં તબક્કાની મંત્રણા થઇ શકે છે. શિયાળો અને હિમવર્ષાની શરૂઆત પહેલા બંને દેશોએ એલએસી પર જવાનોની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.

વરિષ્ઠ અધિકારીઓનું માનીએ તો બંને પક્ષો વિવાદિત સ્થળે શાંતિ સ્થાપવા માટે વ્યાકુળ જણાઇ રહ્યા નથી.. પરંતુ બંને પક્ષોએ સૈન્ય અને કૂટનૈતિક માર્ગ ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો